કેઅારકેઅે એકલા ‘ટ્યૂબલાઈટ’ જોઈ સલમાનની મજાક ઉડાવી

મુંબઈ: કમાલ રાશિદ ખાન ઉર્ફે કેઅારકેઅે સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઈટ જોઈને ઘણાં બધાં ટ્વિટ કર્યાં છે. તેણે પહેલી ટ્વિટમાં લખ્યું છે કે હું થિયેટરમાં એકલાે બેસીને ટ્યૂબલાઈટ જોઈ રહ્યો છું. અા ૧૦૦ ટકા સલમાન અને અામિરની ફિલ્મ જેવી નથી. મતલબ કે લોકોને તેને જોવાનું કોઈ એક્સાઈટમેન્ટ નથી.

એક્ટર અને ફિલ્મ ક્રિટિક કેઅારકેઅે પછીના ટ્વિટમાં લખ્યું કે કબીર ખાને ‘લિટર બોયઝ’થી બે કેરેક્ટરને ફિલ્મમાં લીધા છે. પહેલું નાનું બાળક જેનો રોલ સલમાન ખાન કરી રહ્યો છે. બીજો બાપ છે જેનો રોલ સલમાન ખાન કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લિટર બોયઝ હોલિવૂડ ફિલ્મ છે અને ટ્યૂબલાઈટ તેની કોપી ગણાવાઈ રહી છે. કેઅારકે એટલે જ રોકાયો નથી. તેણે અાગામી ટ્વિટમાં લખ્યું છે કે ભાઈજાન સલમાન ખાને લલ્લુ ટાઈપ વ્યક્તિની જબરજસ્ત એક્ટિંગ કરી છે. ભાઈ અોસ્કાર પાકો છે. કોણે કહ્યું હતું કે અા રોલ કરવા માટે.

કેઅારકેઅે માત્ર સલમાન નહીં શાહરૂખ ખાનની પણ મજાક ટ્વિટર પર ઉડાવી છે. ઉલ્લેખનીય છે કે શાહરૂખનો ટ્યૂબલાઈટમાં કેમિયો રોલ છ. કેઅારકેઅે તેના રોલને ક્રિટીસાઈટ કરતાં લખ્યું છે કે અેસઅારકેના ભાગમાં એક સીન પણ અાવ્યો છે. ભાઈઅે મેજિશિયનના રોલમાં જબરજ્ત એક્ટિંગ કરી છે. ભાઈ તમને ફિલ્મ ફેર પાકો મળશે.

કેઅારકેઅે ટ્યૂબલાઈટના ડિરેક્ટરને ક્રિટીસાઈટ કરતાં લખ્યું છે કે ઇન્ટરવલ થઈ ગયો છે. અને તમે કબીર ખાન પાસેથી શીખવા ઇચ્છતા હો કે લિટર બોયઝ જેવી બહેતરિન ફિલ્મને કેવી રીતે બકવાસ ફિલ્મ ટ્યૂબલાઈટમાં કન્વર્ટ કરવી તો અા ફિલ્મ જુઅો.

કેઅારકેઅે અાગળ લખ્યું છે કે ભાઈ કબીર ખાન શું તમે અે જણાવી શકો છો કે ખરેખર તમે શું બનાવવા ઇચ્છતા હતા અને તમે ટ્યૂબલાઈટ બનાવવાનો નિર્ણય કેમ લીધો. સર, અા ટોર્ચર છે.

http://sambhaavnews.com/

You might also like