રાણા દગ્ગુબાટીએ બ્લોક કરતાં કેઅારકે વિફર્યોઃ ‘ભલ્લાલદેવ’ને ગણાવ્યો મંદબુદ્ધિ

મુંબઈ: પોતાના વિચિત્ર અંદાજમાં ફિલ્મોનો રિવ્યૂ કરનાર અભિનેત્રી કમાલ રાશિદ ખાન (કેઅારકેને બાહુબલિ-૨માં ભલ્લાલદેવનું પાત્ર ભજવનાર અભિનેતા રાણા દગ્ગુબાટીઅે જ્યારે બ્લોક કર્યો ત્યારે તે હચમચી ગયો. તેને રાણા વિશે અપશબ્દો પણ કહી દીધા. કમાલે બાહુબલિ-૨નો રિવ્યૂ કર્યો હતો જેમાં તેણે ફિલ્મને બકવાસ ગણાવી હતી.

કેઅારકેઅે કહ્યું કે તેણે રાણા દગ્ગુબાટીને ક્યારેયે ફોલો કર્યો નથી છતાં પણ તેને બ્લોક કરી દેવાયો. કેઅારકેઅે ટ્વિટર હેન્ડલનો એક સ્ક્રીન શોર્ટ પોસ્ટ કરતાં કહ્યું કે મેં અાજ સુધી અા બેવકૂફને ક્યારેય ફોલો કર્યો નથી અને તેના વિશે કંઈ કહ્યું પણ નથી. છતાં પણ તેને મને બ્લોક કરી દીધો. તેની પરથી જાણ થાય છે કે તેની પાસે મગજ નથી.

અા સમાચાર પર રાણા દગ્ગુબાટીઅે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું કે તે કેઅારકેને એક વર્ષ પહેલા બ્લોક કરી ચૂક્યો છે. કેઅારકેઅે બાહુબલિ-૨ની કહાણીને બકવાસ ગણાવતાં ડિરેક્ટર એસ. એસ. રાજામૌલિને પણ નિશાન બનાવ્યા હતા. બાહુબલિના પ્રશંસકોઅે કેઅારકેનો ખૂબ જ વિરોધ કર્યો.  કેઅારકે મોટા સ્ટાર વિશે નિવેદન અાપીને હંમેશાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાઅે પણ કેઅારકેને બ્લોક કરતો એક સ્ક્રીન શોર્ટ ટ્વિટ કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like