કેઅારકેની ગુંડાગીરીઃ સિદ્ધાર્થ મલ્હોત્રાને મારવાની ધમકી અાપી

મુંબઈ: અાલિયા ભટ્ટના એક ફોટો શૂટ પર એક કોમેન્ટ બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કમાલ અાર ખાન વચ્ચે શરૂ થયેલો વિવાદ વધી ગયો છે.  હવે કેઅારકેઅે સિદ્ધાર્થને મારવાની ધમકી અાપી છે. એક ઇન્ટરવ્યૂમાં તેને કહ્યું કે જો સિદ્ધાર્થ મને ફરી વખત પરેશાન કરશે તો હું તેને માર મારીશ અને લાલ પીળો કરી દઈશ.

અાલિયા અને સિદ્ધાર્થે ફેશન મેગેઝિન વોધ ઇન્ડિયા માટે ફોટો શૂટ કરાવ્યો હતો. તેમાં અાલિયાના ડ્રેસને લઈને કેઅારકેઅે કોમેન્ટ કરી હતી. કેઅારકેઅે કહ્યું કે મારી પાસે તે બિઝનેસ વેન્ચર છે. હું સિદ્ધાર્થ જેવા ૧૫ મેનેજર રાખી શકું છું. હું તમને કહી રહ્યો છું કે અાગામી ત્રણ ફિલ્મો બાદ સિદ્ધાર્થની હાલત પણ જિમી શેરગિલ જેવી થઈ જશે. હું તેની સાથેના વિવાદ પર ચૂપ છું કેમ કે હું તેના મેન્ટર કરણ જોહરની ઇજ્જત કરું છું.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધાર્થે કહ્યું કે કેઅારકે દેખાડો કરે છે. તેની પર કેઅારકેઅે કહ્યું કે સિદ્ધાર્થને હું કંઈ ગણતો જ નથી. તેની એટલી અોકાત પણ નથી કે હું તેને કોઈ મેસેજ કરું. તે મારા કોન્ટેક લિસ્ટમાં છે તેથી હું તેને માત્ર ફિલ્મ રિવ્યૂ મોકલું છું.

થાડો દિવસ પહેલાં કેઅારકેઅે અાલિયાને લઈને વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી. વોઘ ઇન્ડિયાના ફોટો શૂટ પર કેઅારકેઅે ટ્વિટ કર્યું હતું કે અાલિયા અા ફોટો શૂટમાં બાળકી જેવી લાગે છે છતાં પણ કેટલાક લોકો તેને બિકિની પહેરવાનો અાગ્રહ કરે છે. અા ટ્વિટ પર સિદ્ધાર્થે કેઅારકેને બકવાસ બંધ કરવાની ચેતવણી અાપી હતી.

You might also like