હું સિંગલ, સુશાંત મારો મિત્રઃ ક્રીતિ

બોલિવૂડ અભિનેત્રી ક્રીતિ સેનનની વાત માનીએ તો હાલના દિવસોમાં તે સિંગલ છે, પરંતુ બોલિવૂડમાં તેનો એક ખાસ મિત્ર છે, જેનું નામ સુશાંતસિંહ રાજપૂત છે. ક્રીતિ અને સુશાંતે તાજેતરમાં ‘રાબ્તા’ ફિલ્મ કરી. જ્યારથી અા ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું ત્યારથી સુશાંત અને ક્રીતિની નિકટતા વધી ગઇ હતી. આ સમય દરમિયાન સુશાંતે તેની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ કરી લીધો. આ બ્રેકઅપ બાદ ક્રીતિ અને સુશાંતનું અફેર ચર્ચામાં આવ્યું, પરંતુ ક્રીતિની વાત માનીએ તો સુશાંત માત્ર તેનો ખૂબ જ ખાસ દોસ્ત છે.

ક્રીતિ કહે છે કે હું અત્યારે એકદમ સિંગલ છું. પ્રેમ અને રોમાંસ અંગે મારો ખ્યાલ ફિલ્મી રહ્યો છે. ક્યારેક ક્યારેક એવું થાય છે જ્યારે તમે જણાવી શકતાં નથી કે કોઇ તમને સારું કેમ લાગે છે? તમે કોઇની બહુ કેર કરો છતાં પણ તમને ખ્યાલ હોતો નથી કે તમે તેમ કરી રહ્યાં છો. આ સિચ્યુએશન પ્રેમ છે. મને લાગે છે કે પ્રેમ કરવા કોઇ રિઝન ન હોવું જોઇએ, નહીં તો રિઝન ખતમ થતાં જ પ્રેમ પણ ખતમ થઇ જશે. ક્રીતિ કહે છે કે મેં બોલિવૂડમાં ત્રણ વર્ષ પૂરાં કરી લીધાં છે. આ ત્રણ વર્ષમાં ટાઇગર, વરુણ, સુશાંત અને આયુષ્માન સાથે કામ કર્યું છે. આ તમામમાંથી મારી સારી મિત્રતા માત્ર સુશાંત સાથે થઇ. તે મારા માટે ખાસ મિત્ર બની ગયો છે, કેમ કે ‘રાબ્તા’ના શૂટિંગ દરમિયાન અમે સેટ પર ઘણો બધો સમય એકસાથે વિતાવ્યો. ખૂબ જ વાતો કરી અને અમારી મિત્રતા વધતી ગઇ. અમારી મિત્રતા માત્ર આ ફિલ્મ સુધી લિમિટેડ નથી. •
http://sambhaavnews.com/

You might also like