ગ્લેમર વર્લ્ડ સાથે અતૂટ નાતો બન્યોઃ કૃતિ સેનન

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનને બી.ટેક.ના અભ્યાસ દરમિયાન તેની સુંદરતાના કારણે ટીવી કોમર્શિયલ્સની ઓફર મળવા લાગી હતી. તેને પહેલેથી જ ગ્લેમર વર્લ્ડ પસંદ હતું, તેથી જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન તેણે જાણીતી બ્રાન્ડ્સ માટે એડ્ કરી. વર્ષ ૨૦૧૨માં તેણે વિલ્સ લાઇફસ્ટાઇલ ફેશન વીકની સાથે ઇન્ટરનેશનલ ફેશન વીક ઇન્ટરનેશનલ જ્વેલરી વીકમાં ભાગ લીધો. ત્યાર બાદ તો તેનો ગ્લેમર વર્લ્ડ સાથે અતૂટ નાતો બની ગયો. તે કહે છે, બહુ ઓછા લોકો જાણે છે કે હિન્દી પહેલાં હું સાઉથની ફિલ્મો કરી ચૂકી હતી. આ ફિલ્મો મને મોડલિંગના કારણે જ મળી હતી. મારી ખુશકિસ્મતી એ રહી કે ડેબ્યૂ ફિલ્મમાં જ મને સાઉથના સુપરસ્ટાર મહેશ સાથે સ્ક્રીન શેર કરવા મળ્યો.

કૃતિ કહે છે, ”મને કવિતાઓ લખવાનો પણ શોખ છે. કોલેજમાં હું તે માધ્યમથી ભાવનાઓ વ્યક્ત કરતી હતી, હવે અભિનયના માધ્યમથી વ્યક્ત કરું છું.” કૃતિએ વર્કઆઉટ કરવાનું મુંબઈ આવીને શરૂ કર્યું. તે કહે છે, ”અહીં રહેવું હોય તો ફિટ રહેવું પણ જરૂરી છે. હું અઠવાડિયામાં ચાર-પાંચ દિવસ વર્કઆઉટ કરું છું. હું કિક બોક્સિંગના માધ્યમથી સંતુલન અને એકાગ્રતા વધારું છું.” •

You might also like