મને હજુ પણ લુડો રમવું એટલું જ ગમે છેઃ કીર્તિ સેનન

ક્રી‌િત સેનનનું કહેવું છે કે તેની છેલ્લી હિટ ફિલ્મ ‘બરેલી કી બર્ફી’એ તેની ફિલ્મોની પસંદગીને બદલી દીધી છે, સાથે-સાથે આ ફિલ્મ બાદ તે એક એવું કામ કરવા લાગી છે, જે તેણે પહેલાં ક્યારેય કર્યું ન હતું.

ફિલ્મોમાં ભજવેલાં પોતાનાં પાત્રોથી જોડાયેલા પોતાના વિચારો કે ભાવનાઓને હવે તે લખીને રાખવા લાગી છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર હવે તે એક બુકમાં નિયમિત રીતે રૂપેરી પરદા પર ભજવેલાં પોતાનાં પાત્રો અંગે લખવા લાગી છે. તે કહે છે કે મારાં પાત્રો અંગે મને શું સારું લાગ્યું અને શું નહીં તે વિશે હું લખું છું.

હાલમાં ક્રી‌િત પાસે બે ફિલ્મ છે, તેમાંથી એક છે દિનેશ વિઝનની ‘અર્જુન પટિયાલા’, જેમાં તે દિલજિત દોસાંજની ઓપોઝિટ છે. બીજી ફિલ્મ છે વિશાલ ભારદ્વાજની ‘ચુડિયાં’ જે ભાઇ-બહેનના સંબંધ પર આધારિત છે. ક્રી‌િતની બાળપણની કેટલીક આદતો હજુ પણ ગઇ નથી. તેને આજે પણ લુડો રમવું પસંદ છે.

ક્રીતિએ કહ્યું કે તે હજુ પણ લુડો રમે છે અને તેની અંદરનું બાળક હજુ જીવે છે. તે કહે છે કે મારી અંદર હજુ પણ બાળપણ છે. હું બાળકોની રમતો જોઇને આજે પણ ખુશ થઇ જાઉં છું. મારા ખ્યાલથી આપણા બધાની અંદર બાળપણ રહેતું હોય છે અને તે હંમેશાં ટકેલું રહેવું જોઇએ. બાળકોવાળી આદતો આપણે ક્યારેય છોડવી ન જોઇએ. જ્યારે જ્યારે મને કંઇ જ કરવાનું મન નથી થતું ત્યારે હું લુડો જેવી રમતો રમવા લાગું છું.

You might also like