કિસ્મત અને ટેલેન્ટ જરૂરી છેઃ ક્રિતી

ટાઈગર શ્રોફ અભિનીત ‘હીરોપંતી’થી ચર્ચામાં અાવેલી ક્રિતી સેનનનું બેકગ્રાઉન્ડ ભલે નોન-ફિલ્મી હોય, પરંતુ તેનો અાત્મવિશ્વાસ, ખુદને રજૂ કરવાની ખૂબી અને મહેનત કરવાની ક્ષમતા તેમજ ડ્રે‌િસંગ સેન્સ જેવા ગુણો ભીડથી અલગ કરે છે. તે કહે છે કે હું મારી કરિયરથી ખૂબ જ ખુશ છું, કેમ કે બોલિવૂડમાં સાવ નવી હોવા છતાં પણ મને શાહરુખ જેવા સ્ટાર સાથે કામ કરવાનો મોકો મળ્યો. મારી જોડી શાહરુખ સાથે ભલે ન હતી, પરંતુ મેં તેમની સાથે ફિલ્મમાં કામ કર્યું તે મારા માટે ઘણું છે. મારું લાસ્ટ યર ભાગદોડવાળું રહ્યું, કેમ કે સતત ત્રણ-ચાર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

ક્રિતીની ‘બરેલી કી બરફી’ અને ‘રાબતા’ અા વર્ષે રિલીઝ થશે. તે કહે છે કે અા વર્ષ ક્યાં વીતી ગયું તેની મને ખબર ન પડી. ક્રી‌િત કહે છે કે એવી ધારણા હોય છે કે જે સ્ટારનાં પુત્ર-પુત્રીઅો હોય છે તેમને ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઝડપથી બ્રેક મળે છે, પરંતુ સાવ તેવું હોતું નથી. અહીં નવા લોકોને પણ ચાન્સ અાપવામાં અાવે છે. ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થોડા વર્ષ પહેલાં રિલીઝ થઈ ત્યારે નવોદિત અમિષા પટેલને લેવામાં અાવી હતી, પરંતુ તે ફિલ્મી બેકગ્રાઉન્ડની ન હતી. પોતાની પહેલી ફિલ્મમાં અમિષાઅે એવું પ્રદર્શન કર્યું કે જેઅો અનુભવી અભિનેત્રી પણ કરી શકતી નથી. નોન-ફિલ્મી કલાકારોને વધુ સંઘર્ષ કરવો પડે છે, પરંતુ કિસ્મત અને ટેલેન્ટ બંને હોવાં જરૂરી છે. •
http://sambhaavnews.com/

You might also like