લવ અફેરની કહાણીઓ આકર્ષક, પરંતુ કાલ્પનિક

ટાઈગર શ્રોફની સાથે ‘હીરોપંતી’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશનાર કૃતિ સેનને ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જગ્યા બનાવી લીધી છે. હાલમાં તેની ફિલ્મ ‘રાબતા’ ચર્ચાના ચગડોળે છે. ફિલ્મમાં તે સુશાંતસિંહ રાજપૂત સાથે જોવા મળશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. સુશાંત સાથે કૃતિના રિયલ લાઇફ લવ એન્ગલની વાતો પણ ખૂબ જ ચગી. કૃતિ આ અંગે કહે છે કે અમારા લવ અફેરની કહાણીઓ મેં પણ સાંભળી. તે ૧૦૦ ટકા મનોરંજક છે, પરંતુ કાલ્પનિક છે. અમારા વિશે એવું પણ કહેવાયું કે અમે બેંગકોકમાં રજાઓ ગાળી રહ્યાં હતાં, પરંતુ તેવું કંઇ જ નથી.

હું જાણું છું કે આ પ્રકારની કહાણીઓ આકર્ષક હોય છે, પરંતુ તેમાં સત્ય હોતું નથી. આ ઉપરાંત કૃતિ ‘ફર્જી’ નામની એક થ્રિલર ફિલ્મ પણ કરી રહી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટે તેને આકર્ષી હતી.  તે કહે છે કે મેં આવી ફિલ્મ પહેલાં ક્યારેય કરી નથી.
તે ફિલ્મમાં અર્જૂન કપૂર અને નવાઝુદ્દીન સિદ્દિકી જોવા મળશે. તે ચેતન ભગતની નોવેલ આધારિત ‘હાફ ગર્લફ્રેન્ડ’ ફિલ્મ પણ કરી રહી છે. આ ફિલ્મમાં પણ તેની સામે સુશાંતસિંહ રાજપૂત હશે. મોહિત સૂરી ફિલ્મને ડિરેક્ટ કરશે. કૃતિ પાસે હાલમાં ફિલ્મોનો ઢગલો છે, પરંતુ તે વીતેલા જમાનાની અભિનેત્રી મધુબાલાની પ્રશંસક છે અને તેની બાયોપિકમાં કામ કરવાની દિલથી ઇચ્છા રાખે છે. •

You might also like