કૃતિ હવે ફિલ્મ સિવાય હસાવવાનું કામ પણ કરશે

ગયા વર્ષે ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મમાં રાજકુમાર રાવ અને આ વખતે ‘વીરે કી વેડિંગ’ ફિલ્મમાં પુલકિત સમ્રાટની ઓપોઝિટ જોવા મળેલી કૃતિ ખરબંદા હાલમાં ‘યમલા પગલા દીવાના ફિર સે’ અને ‘કારવા’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેને ફિલ્મ ‘હાઉસફુલ-૪’ માટે પણ સાઇન કરાઇ છે.

ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ સાથે ‘યમલા પગલા દીવાના ફિર સે’ લઇને પણ તે ખૂબ જ ઉત્સાહી છે. તેના અનુસાર ફિલ્મમાં એક ગુજરાતી છોકરીની ભૂમિકા ભજવવી તેના માટે એક પડકાર હતો, કેમ કે તેને ગુજરાતી ભાષા તથા તેના ઉચ્ચારમાં ખુદને પારંગત બનાવવી પડી. ગુજરાતી શીખવા માટે તેણે ટ્રેનિંગ પણ લીધી.

પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવનાર કૃતિએ હાલમાં અક્ષયકુમાર અને રીતેશ દેશમુખ સ્ટારર ‘હાઉસફુલ-૪’ સાઇન કરી છે. સાજિદ નડિયાદવાલા નિર્મિત અને સાજિદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માટે અક્ષય, બોબી, ક્રીતિ સેનન અને પૂજા હેગડે બાદ હવે કૃતિ ખરબંદાને પણ સાઇન કરાઇ છે.

કૃતિએ ‘રાઝ રિબૂટ’ની સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેણે અત્યાર સુધી ‘શાદી મેં જરૂર આના’, ‘ગેસ્ટ ઇન લંડન’ અને ‘વીરે કી વેડિંગ’ જેવી ફિલ્મો કરી. ‘હાઉસફુલ-૪’ ફુલ કોમેડી બિગ બજેટ ફિલ્મ હશે.

ફિલ્મનું બજેટ ૨૦૦ કરોડ સુધી રાખવામાં આ‍વ્યું છે, જ્યારે ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ માટે હોલિવૂડની ટીમ બોલાવાઇ છે. ફિલ્મના પ્રોડ્યૂસરે જણાવ્યું કે આ ફિલ્મ અમારા પ્રોડક્શનની સૌથી મોંઘી ફિલ્મ હશે. તમામ કોસ્ચ્યૂમ ‘બાહુબ‌િલ’ સ્ટાઇલના હશે.

You might also like