જેકી શ્રોફની પુત્રી કૃષ્ણાએ ફરી એક વાર અત્યંત બોલ્ડ ફોટો શેર કર્યો

મુંબઈ: થોડા સમય પહેલાં ફોટોશૂટમાં ટોપલેસ અને તેના વિરોધને કારણે ચર્ચામાં અાવેલી જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા ફરી એક વાર બોલ્ડ અવતારમાં જોવા મળી. અા વખતે તેણે તહેવારના મોસમમાં રજાઅો માણવાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. અા તસવીરોમાં કૃષ્ણા અત્યંત બોલ્ડ અંદાજમાં એન્જોય કરતી નજરે પડી છે. ગઈ વખતની જેમ અા વખતે પણ કૃષ્ણાઅે તસવીર સાથે જોડાયેલી જાણકારીઅો ગુપ્ત રાખી છે.

ગઈ વખતે કૃષ્ણાઅે તસવીરો શેર કરી હતી ત્યાર બાદ એવી ચર્ચાઅો થઈ હતી કે બોલિવૂડમાં ડેબ્યૂને ધ્યાનમાં રાખીને તે અાવી તસવીર શેર કરી રહી છે, પરંતુ બાદમાં કૃષ્ણાઅે તે વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે એક દિવસ મને પથારીમાં જોયા બાદ મારી મિત્ર દેવીનાઅે મને કહ્યું હતું કે મારે અાવી રીતે જ શૂટ કરાવવું જ જોઈઅે. તેની મિત્ર દેવીનાઅે ન્યૂ યોર્કમાં ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે. કૃષ્ણાના જણાવ્યા મુજબ ઇન્સ્ટાગ્રામમાં જે તસવીરો છે તે તેના બેડરૂમમાં પાડવામાં અાવી હતી.

You might also like