શ્રીકૃષ્ણ અને ગોપીઅોની રાસલીલા

ભાગવતપુરાણમાં દર્શાવેલા કૃષ્ણની જિંદગીનો એક મહાન અધ્યાય અેટલે રાસલીલા. રાસલીલા અે કૃષ્ણ અને ગોપીઅોની લીલા છે. ભાગવતનો અા ભાગ ‘રાસ પંચાધ્યાયી’ તરીકે અોળખાય છે. અા અધ્યાય ખાસ કરીને ભગવાન અને તેમના ભક્તોના સંબંધ અંગેનું મહત્વ સમજાવે છે. તે ગોપીઅો દ્વારા કૃષ્ણનું સંપૂર્ણ શરણ સૂચવે છે. એક વાર ભક્ત ભગવાનના શરણમાં ચાલી જાય પછી તેની બધી જવાબદારી ભગવાનની થઈ જાય. અા એક અહંકાર નિર્મૂળનો માર્ગ છે.
રાસ પંચાધ્યાયી પુષ્ટિમાર્ગ અંગેની સમજ અાપે છે. કળા અને સાહિત્યમાં તેનો નિર્દેશ વારંવાર થાય છે. રાસલીલાનું મહત્વ તેના સાચા જાણકારોને સાવ સીધી સરળ ભાષામાં ઊંડા અાધ્યાત્મિક અર્થ સાથે સમજાવે છે.
રસપંચાધ્યાયી કૃષ્ણની વાંસળી સાંભળીને ગોપીઅો પોતાનાં ઘરોમાંથી કેવી રીતે બહાર દોડી અાવે છે તેમજ શરદ પૂર્ણિમા એટલે કે પૂર્ણ ચંદ્રની રાત્રિઅે વૃંદાવનમાં યમુના નદીના કિનારે કેવી રીતે ભેગાં થાય છે તેની સાથે સંબંધિત છે. નદીના કિનારે તેઅો કૃષ્ણની અાજુબાજુ ભેગાં થયાં છે. કૃષ્ણ ગોપીઅો સાથે વર્તુળાકાર નૃત્ય કરે છે. ગોપીઅોને અહંકાર જન્મે છે અને માને છે કે પોતે કૃષ્ણનું દિલ જીતી
લીધું છે.
તેમના વિચારનું ખંડન કરવા કૃષ્ણ એકાએક તેમનાથી જુદા પડી જાય છે અને તેમને દુઃખની ગર્તામાં ધકેલી દે છે.
રાધા કૃષ્ણને પ્રિય છે. તે એકલી જ કૃષ્ણ સાથે છે. રાધાને પણ અહંકાર જન્મે છે અને કૃષ્ણ પોતાની સાથે નૃત્ય કરવાનું કહે છે. જેવી રાધા પોતાના હાથ કૃષ્ણ તરફ લંબાવે છે કે તરત કૃષ્ણ અદૃશ્ય થઈ જાય છે અને રાધા એકલી રહી
જાય છે. રાધા કૃષ્ણને દરેક ઝાડની પાછળ શોધે છે. અા દરમિયાન રાધા અન્ય ગોપીઅોને મળે છે. અન્ય ગોપીઅો સાથે પસ્તાવો કરે છે. કૃષ્ણનું અદૃશ્ય થઈ જવું અે પોતાનાં અભિમાનને કારણે હતું.
રાધા ગોપીઅોને અાશ્વાસન અાપે છે અને તેમની સાથે કૃષ્ણ મહાનતાના ગુણ ગાય છે. તેમની હાજરીમાં થતા અાનંદની વાતો કરે છે. હવે તેમનું અભિમાન, નમ્રતામાં ફેરવાઈ ગયું છે. કૃષ્ણ ફરીથી તેમની સામે અાવે છે અને અાનંદનો ધોધરૂપે તેમની સાથે વર્તુળાકારમાં નૃત્ય કરે છે. દરેક ગોપી અનુભવે છે કે કૃષ્ણ પોતાની સાથે જ છે.
કૃષ્ણ એક મહાન દૈવી વ્યક્તિ છે. તેઅો તેમના સાચા ભક્તોને અાનંદ અાપે છે. રાસલીલા અે કૃષ્ણની શાંત રમતનો એક ભાગ છે. પુષ્ટિમાર્ગ માટે તે ભક્તિનો એક ભાગ છે. ભક્તની ભગવાન પ્રત્યેની લાગણી અે જ તેમની ભક્તિ છે. જુદા જુદા લોકો માટે ભગવાનનું સ્વરૂપ જુદું જુદું જ છે. પરંતુ ભગવાન એખ જ છે એટલે જ કૃષ્ણ ગોવાળોમાં મિત્ર તરીકે, ગોપીઅોમાં પ્રિયજન તરીકે અને માતાઅોમાં વહાલાં બાળક તરીકે જોઈ શકાય છે. કૃષ્ણનું સતત શરણ ભક્તને અાશા જન્માવે છે કે દૈવી તત્ત્વ સાથે તેનું સંધાન થશે. અા સ્થિતિને કારણે ગોપીઅો કૃષ્ણથી જુદા પડવાને કારણે વિરહ
અનુભવે છે. ગોપીઅોનો વિરહ, તેમની કૃષ્ણની શોધ માટેનું બલિદાન અે પુષ્ટિમાર્ગમાં ભક્તિરૂપ ઊંચું શિખર છે. ગોપીઅો કૃષ્ણની વાંસળી સાંભળવા સતત જાગૃત છે. કૃષ્ણનું અા અામંત્રણ શાશ્વત છે. સંપૂર્ણ ભક્તિ અને શરણ હોય તો કૃષ્ણ તરફથી પ્રાપ્ત તા અબાધિત પ્રેમનો વિયોગ લાંબો સમય ન સહેવો પડે.
કૃષ્ણની વાંસળીમાંથી નીકળતો અવાજ અે સામાન્ય સંગીતમય અવાજથી તદ્દન ભિન્ન છે. અા અવાજ દૈવી તત્ત્વ તરફથી અાવે છે જે વૃંદાવનની ગલીઅોમાં ગજબનો જાદુ પાથરે છે અને તમમ પ્રાણીઅોને શાશ્વત અાનંદમાં ભાગ લેવા માટે અામંત્રણ અાપે છે. ગાયોનાં ઘણ વાંસળીના પ્રતિઘોષરૂપે કૃષ્ણ તરફ દોડે છે. અા ઉતાવળમાં તેમના ગળામાંથી અાભૂષણો જમીન પર પડી ગયાં છે. કૃષ્ણ તેમની સાથે વર્તુળાકાર નૃત્ય કરે છે.

You might also like