ઇરાન પર ડોનલ્ડ ટ્રમ્પના મત્ત સાથે સંમત નથી રશિયા

મોસ્કો : ક્રેમલિને સોમવારે કહ્યું કે, તે ઇરાન અંગે ડોનલ્ડ ટ્રમ્પનાં મત સાથે સંમત નથી. અમેરિકાએ ઇરાનને નંબર 1 ટેરરિસ્ટ સ્ટેટની સંરચના આપી છે. ક્રેમલિને કહ્યું કે તે તેહરાનની સાથે પોતાનાં સારા સંબંધોને વધારે સારા બનાવવા માટે ઇચ્છુક છે. રશિયાએ ઇરાન પર અમેરિકી પ્રતિબંધોની પણ આલોચના કરી છે.

ગત્ત દિવસોમાં ફોકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાનનાં મુદ્દે ટીપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઇરાનને અમેરિકા પ્રત્યે પુર્ણ સ્વરૂપે અવહેલનાનો ભાવ છે. ક્રેમલિને આ સંદર્ભે પુછાયેલા સવાલોનાં જવાબ આપતા ઇરાનને પોતાનો મિત્ર બનાવ્યો છે.

ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે પત્રકારોનાં સવાલનાં જવાબ આપતા કહ્યું કે, ઇરાનની સાથે રશિયાના દોસ્તાના સંબંધો છે. અમે વિસ્તૃત અને વ્યાપક મુદ્દા પર એક બીજાનાં સહયોગ કરીએ છીએ.અમે વ્યાપાર હિતોનો આદર કરીએ છીએ અને તેને આગળ વધવાની આશા કરીએ છીએ.

રશિયાએ વધુમાં કહ્યું કે ઇરાન હાલનાં બેલેસ્ટિક મિસાઇલ પરિક્ષણ પર પણ સમર્થન કર્યું હતું. અમેરિકાએ ઇરાનનાં આ ટેસ્ટથી ભડકીને તેના પર પ્રતિબંધ લાદી દીધો છે. રશિયાએ આ પ્રતિબંધો માટે અમેરિકાની આલોચનાં કરી છે અને કહ્યું કે આ પરિક્ષણે કોઇ સમજુતીનું ઉલ્લંઘન નથી કર્યું.

You might also like