પ્રેમ અને સ્વતંત્રતાઃ ઍગ્નેસ અને ચટ્ટો બૌદ્ધિક સંઘર્ષના રસ્તે

પ્રેમ અને સ્વતંત્રતાઃ ઍગ્નેસ અને ચટ્ટો બૌદ્ધિક સંઘર્ષના રસ્તે

 

ઍગ્નેસ નહીં, આયહૂ!

જર્મન નામાંતરની પાછળ પણ મહત્વાકાંક્ષા તો દૂ…ર બંધનાવસ્થામાં રહેલા ભારત-વર્ષને મુક્ત કરવાના સંગ્રામની જ હતી.

તેમાં મળ્યા વીરેન્દ્રનાથ.

ડિસેમ્બર, ૧૯ર૦થી આ ગાઢ પ્રણયનો સૂર્યોદય થયો, પ્રેમભૂમિ બર્લિનમાં! જર્મન ભાષાની કે રીતરિવાજની કશી જાણકારી નહીં. કોઈ ચિરપરિચત  સાથીદાર પણ નહીં, બસ, જે હતો તે આ ચટ્ટો-વીરેન્દ્રનાથ અઘોરનાથ ચટ્ટોપાધ્યાય. જન્મ્યો હતો ભારતમાં પણ પોતાની જેમ જ પાગલ! ‘મેથડ ઈન મેડનેસ’ના રસ્તે ચાલનારા આવાં કેટલાં બધાં પાત્રોને આપણે ભૂલી બેઠા છીએ!

કોઈ વધારે વિચાર નહીં. થોડો સમય મિત્રો તરીકે સાથે રહ્યા ને પછી પતિ-પત્ની બની ગયાં. બંને વચ્ચે કોઈ લગ્નવિધિ પણ ન રજિસ્ટ્રેશન ઑફિસે કે ન ચર્ચમાં થઈ. ચટ્ટોએ પોતાની કિતાબ ખુલ્લી કરી દીધી સ્મેડલી સમક્ષ કે હા, ફ્રાંસમાં એક યુવતી સાથે લગ્ન થયાં હતાં પણ ફ્રેન્ચ સરકારે મને તડીપાર કર્યો, પેલી સ્ત્રીને તેવી છૂટ મળી નહીં એટલે તે કેથોલિક સાધ્વી (નન) બની ગયાના સમાચાર હતા, પછી સાવ અજ્ઞાતવાસમાં ચાલી ગઈ. સાચાં નામે ફ્રાંસ જઈને તેને છૂટાછેડા આપવાની યે પરિસ્થિતિ જ ક્યાં હતી?

ચટ્ટો કાંઈ આકર્ષક પુરુષ તો હતો નહીં! માર્ગારેટ બુબર-નોમેને તો એવું લખ્યું છે કે ભાઈશ્રીને અમારી રૃપાળી યુવતીઓ ‘ઘુવડ’ કહેતી! પણ તે બુદ્ધિશાળી હતો, ઊંડી સમજ ધરાવતો, દૂરદૃષ્ટા હતો, અનેક ભાષાઓનો પારંગત હતો. તેની લેખિની ચાલે ત્યારે વિશ્વ સમક્ષ તાર્કિક અને ગહન વિશ્લેષણોની દુનિયા રજૂ થતી. તમામ ‘ઈઝમ’ (વાદ)ની ખૂબી અને ખાતરી જાણતો. તે રમુજી પણ હતો. ઘણી બધી વાત હળવાશથી લેતો. તેની વાતચીતનો મિજાજ રસપ્રદ હતો. સામેની વ્યક્તિનાં દિલ-દિમાગ સુધી પહોંચવાની વિશેષતા હતી. એટલે તો ફ્રાંસ પછી જર્મનીમાં તે લોકપ્રિય હતો. અખબારો તેની પાસે સામેથી ભારત અને વૈશ્વિક પરિસ્થિતિની ચર્ચા કરતા લેખો માંગતા. મેડમ કામાએ તો સંપૂર્ણ ‘વન્દેમાતરમ’ અને ‘તલવાર’નું સંપાદન તેને સોંપી દીધું હતું. યુરોપિય મહિલાઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યો. એક બ્રિટિશ યુવતી તો તેને મળવા છેક સ્વિડન પહોંચી ગયેલી. ૧૯પ૦માં સ્ટોકહોમમાં ચટ્ટો વિશે માહિતી એકત્રિત કરાઈ ત્યારે તેના વિશે તરેહવારની કહાણી સાંભળવા મળી. એક દિવસે તેને ખ્યાત સ્વિડિશ લેખિકા તરફથી મળવાનું આમંત્રણ મળ્યું. શ્રીમાન થોડાક મોડા પહોંચ્યા એટલે પેલી લેખિકાએ ટોણો ‘but you indian don’t consider time a reality. so i never expected you to come in time’ ચટ્ટોએ તુરત જવાબ વાળ્યો, જર્મન ભાષામાં. અર્થ એવો કે હા, જો હું સમયસર આવ્યો હોત તો મારી ભારતીય સંસ્કૃતિને ન્યાય ન આપ્યો હોત! સ્ટોકહોમમાં એક પૂર્વ પ્રધાનની પત્ની તો તેને વીરેન્દ્રને બદલે સ્વિડિશ ભાષામાં ‘વરેદર નેટ’ જ કહેતી, તેનો અર્થ ‘ઍવરી નાઈટ’ થતો!

સ્મેડલીએ કહ્યું ઃ ‘તું મારાથી વીસેક વર્ષ મોટો છે. પાતળી દેહ્યષ્ટિ છે, શ્યામવર્ણી છે. ન જાણે તારામાં હિન્દુ અને હિન્દુસ્તાનીપણું, ઈસ્લામ અને અંગ્રેજી ઉદારવાદનું અજીબ મિશ્રણ છે!’

સ્મેડલીનું બર્લિનમાં આગમન થયું તે કંઈ આસાન નહોતુ. બ્રિટિશ ગુપ્તચર તંત્રના ચોપડે તો તે ‘રશિયન જાસુસ’ જ હતી. લંડનમાં ૧૯પ૦માં છેલ્લા શ્વાસ લીધા ત્યાં સુધી તેના વિશે આવી જ નોંધ રહી. તેના ચટ્ટો સાથેના લગ્ન બ્રિટિશોએ ક્યારેય માન્ય જ ન કર્યા અને બંને છૂટા પડ્યા ત્યારેય અમેરિકન પોલીસને જણાવાયું કે ચટ્ટો તો કેથોલિક સાધ્વીને પરણ્યો હતો. સ્મેડલી ‘બ્રિટિશ સબજેકટ’ છે.

પણ અહીં તો, બર્લિનમાં, એવાં બે અજંપિત પાત્રો એકબીજાંને મળ્યાં, જે બંનેને બ્રિટિશ તંત્ર કોઈપણ ભોગે- જીવતાં કે મરેલાં- પકડવા ઈચ્છતું હતું. અહીં બર્લિનમાં તે સમય ‘બર્લિન કમિટી’ રશિયાની મુલાકાત લેવામાં સક્રિય હતી. ૧૯ર૧નું એ વર્ષ હતું. સ્મેડલી ચટ્ટો સાથે રહ્યાં, મોસ્કોમાં પણ ભ્રમણ કર્યું. નજરકેદ રહેલાં ભારત-પ્રેમી એમ્મા ગોલ્ડમેન અને એલેકઝાંડર બર્કમેનને મળી આવ્યા તેમના વિચારો જાણ્યા. ગરીબી તો બંનેની મિત્ર હતી! સગવડોના અભાવ વચ્ચે જીવ્યા, પણ પરસ્પરની હૂંફે બાકી વધી ખામી થોડા સમય માટે ભૂલાવી દીધી.

મુશ્કેલીનાં પગલાં પડ્યાં, વાપસી પછી. રશિયાથી જર્મની પાછા ફર્યાં, સરહદ પાર કરી કે તરત બ્રિટિશ દબાણ આવ્યું એટલે જર્મન સત્તાવાળાઓએ ચટ્ટોને સરહદપાર આવવા સામે મનાઈ ફરમાવી દીધી. હવે? બંનેએ નામ બદલ્યાં, ઓળખ બદલી છૂપાવેશે પણ રહ્યા ગુપ્તચર તંત્રે તો તેમની હત્યાની યોજના પણ બનાવી હતી.

જર્મન સત્તાવાળાઓએ બર્લિનમાં ભણતા રાજકીય છાત્રોને ચેતવણી આપી હતી કે રાજકીય (અર્થાત્ ભારત-મુક્તિ ચળવળ) પ્રવૃત્તિમાં ભાગ લેવો નહીં અને તેના નેતાઓ (ચટ્ટો, સ્મેડલી વગેરેને) મળવું નહીં. એક હેરંબલાલ ગુપ્તાને તો ચટ્ટો સામે ય દુશ્મનાવટ હતી, તેને બર્લિન કમિટીમાંથી હાંકી કાઢ્યો હતો ને ? પણ એ તો ૧૯૧૬નું વર્ષ ક્યારનું વીતી ગયું હતું. ગુપ્તાને સ્મેડલીનોયે તેજોદ્વેષ હતો. બ્રિટિશરો આ આંતરિક વિખવાદને વધારવાનો પ્રયાસ કરતા રહ્યા અને એવો સમય આવ્યો કે સ્મેડલી-ચટ્ટોને કામ કરવાનું ભારે મુશ્કેલ પડી ગયું. આ માનસિક તાણનાં સંજોગોમાં ઉમેરાઈ સ્મેડલીની બીમારી. ૧૯રરના વસંતમાં તેને એક સેનેટોરિયમમાં દાખલ કરવામાં આવી, ત્યાં તેની તબિયત વધુ લથડી. એટલે એક જર્મન મિત્ર યુવતીના નિવાસસ્થાને ખસેડવામાં આવી. કિડનીનો રોગ કાયમ માટે આરામ લેવાની ફરજ પાડે તેવો હતો. માનસિક અસંતુલનનો તે ભોગ બની. ચટ્ટોને ત્યાં રહેવા છતાં અલગ અલગ નિવાસ રહ્યો. ‘આના કરતાં અમેરિકામાં બહેતર હતું.’ એવું માનવા લાગી. મિત્ર લેનોનને લખેલા પત્રમાં તેણે અફસોસ વ્યક્ત કર્યો કે અહીં આવેલાં ભારતીયો તેજોદ્વેષી સ્વભાવ ધરાવે છે. આપણાં પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા થઈ જાય છે. બૌદ્ધિક રીતે ઊંચાઈ ધરાવનારાઓ તેમને ગમતા નથી.’ સ્મેડલીને ‘બૌદ્ધિક અલગાવ’ પણ નડ્યો. જર્મન ભાષા તે જાણતી નહોતી અને અંગ્રેજી પુસ્તકો પ્રાપ્ત નહોતા એટલે બૌદ્ધિક ખોરાક નહોતો મળતો. બર્લિન યુનિવર્સિટીમાં તેને પ્રવેશ મેળવવો હતો, પણ નાણાં ક્યાંથી મેળવવાં ?

૧૯ર૩માં તેની તબિયતે ગંભીર ઉથલો માર્યો જૂનમાં તો અર્ધ બેભાનાવસ્થામાં પહોંચી ગઈ. માનસ ચિકિત્સકોનો આધાર લેવો પડ્યો. સિંગમેન ફ્રોઈડના એક વિદ્યાર્થી મનો-ચિકિત્સકે તેની સારવાર કરી. તેનાં ગળાની બીમારી પણ અસહ્ય હતી. મહિનામાં બે વાર માનસિક આઘાત ફરી વળતો. વીજળીનાં કરંટ લેવાનું પણ થયું. ચટ્ટો પ્રત્યેની તેની કડવાશે લગ્નપ્રથા સામે બળવો પોકારવા સુધી સ્થિતિ સર્જી. તેની મિત્ર લેનોન ક્યાંક પ્રેમના ચક્કરમાં છે એ જાણ્યા પછી તેને લખી નાખ્યું – Beneath the skin of every man, it matters not who is he, lies the old Adam. Scrach him and you will find that I am right. He is fine in theory, our modern man. But in practice he is walking lie. He still judges woman by her vagina, in fact woman is nothing but a walking vagina to him, and he the sole owner of it. I assure you i am right. If you ever get married, or contemplate it, look the man in the eye and beforehold and say : “I have had many love affairs; so have you. I respact your own right. You must respect mine and keep your hand which do not concern you and with which you have nothing to do.”

 

લેખકનું મેઇલ આઇડીઃ vpandya149@gmail.com

———————————.

You might also like