મુંબઇ એરપોર્ટ પરથી 15 કિલો સોના સાથે કોરિયન નાગરિકની ધરપકડ

મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા એર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક યાત્રીની 15 કિલો સોનુ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ શખસ હોંગકોંગથી સોનું લઇને આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ કોરિયાનો નાગરિક કિમ્યૂનજિંગે તેના માટે એક ખાસ પ્રકારનું જેકેટ તૈયાર કર્યું હતું જેમાં એક-એક કિલો સોનાના 15 બિસ્કિટ છુપાવામાં આવ્યા હતા.

મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 15 કિલો સોના સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી 15 કિલો સોનું હોંગકોંગથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. કોરિયન નાગરિક કિમ્યૂનશજગે સોનું છૂપાવવા માટે ખાસ એક જેકેટ સિવડાવ્યું હતું. જેમાં 1-1 કિલો સોનાના 15 બિસ્કીલ છૂપાવીને રાખ્યા હતા.

ઝડપાયેલા સોનાની કિંમત 4.15 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ઝડપાયેલો શખ્સ હોંગકોંગથી કેથી પેસિફિક ફ્લાઈટ નંબર CX663 દ્વારા મુંબઈ આવ્યો હતો. ત્યારે કસ્ટમ વિભાગે આરોપી સોનું કોના કહેવા પર લાવ્યો હતો અને કોને આપવા માટે આવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

You might also like