કોરિયા અેરમાં હિંસક યાત્રીઅો માટે ચાલક દળને મળશે ‘સ્ટેનગન’

ગિમ્પો: દક્ષિણ કોરિયાની એક અેરલાઈન્સે હિંસક અને દુર્વ્યવહાર કરનારા યાત્રીઅો સામે લડવા પોતાના ચાલક દળને સ્ટેનગન અાપવાનો નિર્ણય કર્યો છે. હવે તે ચાલક દળમાં વધુ પડતાં પુરુષ કર્મીઅો તહેનાત કરશે અને દુર્વ્યવહારનો જૂનો રેકોર્ડ ધરાવનારા યાત્રીઅોને પણ વિમાનમાં સવાર થવા પર પ્રતિબંધ મુકાશે.

કોરિયન એરના પ્રેસિડેન્ટ સી. ચાંગ હુને અા વાતને સમર્થન અાપતાં જણાવ્યું છે કે અેશિયાઈ સંસ્કૃતિના કારણે અહીંનાં વિમાનોઅે અમેરિકાની અેર લાઈન્સની જેમ સખત નિયમો લાગુ કર્યા નથી. કોરિયા અેરે અા પગલું એવા સમયે ભર્યું છે જ્યારે થોડા દિવસ પહેલાં જ અમેરિકી ગાયક રિચર્ડ માર્ક્સને વિમાનમાં એક હિંસક યાત્રીને રોકવા માટે હનોઈથી ઇન્ચિયોનની ઉડાણ દરમિયાન અેક યાત્રીઅે ચાલક દળ અને અન્ય યાત્રીઅો પર હુમલો કર્યો હતો.

કોરિયા અેર ૨૦૧૪માં અે સમયે ચર્ચાઅોમાં અાવી હતી જ્યારે તેમના ચેરમેનની પુત્રીઅે વિમાનને રોકી ચાલક દળના સભ્યને વિમાનમાંથી ઉતારવાના અાદેશ અાપ્યા હતા. અેર લાઈન્સની અેક્ઝિક્યુટિવ રહેલી હૈદર ચો અેર હોસ્ટેઝ દ્વારા પ્લેટમાં નટ્સ ન અપાવાની વાત પર તે નારાજ થઈ હતી. ટીકાઅો બાદ હૈદરે જાહેરમાં તેની માફી માગી હતી.
http://sambhaavnews.com/

You might also like