પત્ની કોમલે પતિ હિમેશ-સોનિયાના અફેર અંગે કહ્યું કાંઇક આવું

મુંબઇઃ બોલિવુડમાં 22 વર્ષ જૂના ફેમસ કપલના સંબંધો પણ તૂટવા જઇ રહ્યાં છે. હિમેશ રેશમિયા અને તેની પત્ની કોમલ રેશમિયા એક બીજાથી અલગ થઇ રહ્યાં છે. તેમના અલગ થવા માટે હિમેશનું સોનિયા સાથેનું અફેર કારણ ગણવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે હિમેશ રેશમિયાની પત્ની કોમલે પોતાની છુપ્પી તોડી છે.

કોમલે કહ્યું છે કે સોનિયા તેના માટે જવાબદાર નથી. તે એક ફેમિલી ફ્રેન્ડ છે. તેને વચ્ચે લાવવી યોગ્ય નથી. કોમલે એમ પણ જણાવ્યું છે કે હિમેશનો પરિવાર તેમનો પોતાનો પરિવાર છે. તે પોતાના પરિવારને પ્રેમ કરે છે. જ્યારે હિમેશથી અલગ થવા અંગે કોમલે જણાવ્યું છે કે સંબંધોમાં એક બીજાનો આદર ખૂબ જ જરૂરી છે. એટલે જ અમે અલગ થઇ રહ્યાં છીએ. અમારા પરિવારના સભ્યોએ પણ અમારા છૂટ્ટાછેડના નિર્ણયને સ્વિકર્યો છે.

home

You might also like