કોલ્લમ ઘટના: પ્રબંધન સમિતિના 5 સભ્યોએ કર્યુ સરેન્ડર

કોલ્લ્મ: કેરળમાં કોલ્લમના પુતિંગલ દેવી મંદિરમાં રવિવારે લાગેલી આગ પછી મંદિર મેનેજમેન્ટના પાંચ લોકોએ મંગળવારે સવારે પોલીસની સામે સરેન્ડર કરી દીઘું છે. પોલીસને ગુનાહિત આગની ઘટનામાં આ પાંચ લોકોની શોધ હતી.

છઠ્ઠો આરોપી હોસ્પિટલમાં દાખલ
મંદિર મેનેજમેન્ટના અધ્યક્ષ જયાલાલ. સચિવ કૃષ્ણાકુટ્ટી પિલ્લઇ અને કમિટીના ત્રણ સભ્યો જે પ્રસાદ, રવિન્દ્ર પિલ્લઇ અને સોમસુંદરન પિલ્લઇએ પોલીસની ક્રાઇમ બ્રાંચની સામે સરેન્ડર કર્યું છે. પોલીસે મંદિરના મેનેજમેન્ટ વિરુદ્ધ લાપરવાહી અને નિયમોના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. પોલીસની આ ઘટનામાં મંદિરના પ્રબંધનથી જોડાયેલા છ લોકોની શોધ હતી, જેમાંથી પાંચ લોકોએ શરણાગતિ કરી છે, જ્યારે છઠ્ઠો પહેલાથી ઘાયલ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ છે.

આતશબાજી સ્પર્ધામાં 109 લોકો મૃત્યુ પામ્યા 
પોલીસે મંદિરના પ્રબંધન ઉપરાંત મંદિરમાં આતશબાજી સપ્લાય કરનાર કોન્ટ્રાકટરો વિરુદ્ધ પણ કેસ દાખલ કર્યો છે. આતશબાજી સપ્લાય કરનારા પાંચ લોકોને પોલીસે સોમવારે કસ્ટડીમાં લીધા છે. કોન્ટ્રાકટરોએ જિલ્લા પ્રશાસન પ્રતિબંધ હોવા છતાં આતશબાજીની સ્પર્ધા કરાઇ અને આ આતશબાજી 109 લોકો માટે ઘાતક સાબિત થઇ. આ ઘટનામાં અત્યાર સુધી 109 લોકો મૃત્યુ પામ્યા છે, જો કે 300 થી વધારે ઘાયલ લોકોનો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

‘નિયમોનું ગંભીર રીતે ઉલ્લંઘન થયું’
કેન્દ્ર સરકારે ઘટનાની સમીક્ષા કરવા માટે સોમવારે ચીફ કંટ્રોલર એક્સપ્લોસિવ્સ સુદર્શન કમલને સ્પોટ પર મોકલવામાં આવ્યા હતાં. સોમવારે ઘટનાની સમીક્ષા કર્યા પછી તેમને કહ્યું હતું કે નિયમોનું ગંભીર રીતે ઉલ્લઘંન કરવામાં આવ્યું છે અને મૂળભૂત સતર્કતાઓ અને પ્રતિબંધના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. કમલે જણાવ્યું કે,’‘વિસ્ફોટકોના નિયમોના ભંગની વાત દેખાય છે.’ તેમણે કહ્યું કે આતશબાજીમાં પ્રતિબંધ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ રીતે ઘટના બની હતી
100 વર્ષ જૂના પુતિંગલ દેવી મંદિરમાં રવિવારે આતશબાજી દરમિયાન એક તણખો એક સ્ટોરહાઉસમાં પડ્યો હતો. જેમાં ફટાકડા હતા. તે કારણથી વિસ્ફોટ થયો અને આ ભીષણ ઘટના બની હતી.

You might also like