IPL-11: રાજસ્થાન પર જીત બાદ KKRના સુકાની કાર્તિકે કહ્યું…..

કોલકાતા નાઇટ રાઇડર્સેના સુકાની દિનેશ કાર્તિકે આઇપીએલ એલિમિનેટરમાં રાજસ્થાન પર મળેલી 25 રનની જીત બાદ જણાવ્યું કે આવી મેચમાં સ્કોરથી વધારે પોતાના પરનો વિશ્વાસ જીત અપાવે છે.

કાર્તિકે કહ્યું કે અમારી ટીમ શરૂઆતથી જ દબાવમાં હતી. અમારા પરનું દબાણ ઓછું શુભમાન ગિલે કર્યું. તેણે ઘણી સારી બેટિંગ કરી. જેના કારણે મારા પરથી દબાણ હટ્યું અને ત્યાર પછી આન્દ્રે રસેલની ઇનિંગ્સ વિશેષ હતી. આ પ્રકારની મેચમાં કેટલો સ્કોર કર્યો તે જરૂરી નથી પરંતુ તમારો વિશ્વાસ અડગ હોવો જરૂરી.

બરાબરીનો સ્કોર કરતાં તમારામાં રહેલો વિશ્વાસ વધારે મહત્વ રાખે છે. કોલકાતા નાઇટ રાઇડર્સ હવે બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઇજર્સ હૈદરાબાદ સામે ટકરાશે. કાર્તિકે કહ્યું કે બોલરોનું બોલિંગ પ્રદર્શન ઘણુ સારુ રહ્યું. આ તબક્કે દરેક મેચ મહત્વપૂર્ણ હોય છે. આવનારી મેચમાં બે સારી ટીમ એકબીજા સામે ટકરાશે.

જ્યારે રાજસ્થાન રોયલ્સના સુકાની અજિંક્ય રહાણેએ ટીમના પરાજયને લઇને નિરાશા વ્યક્ત કરી હતી. રહાણેએ કહ્યું કે આ હારથી નિરાશ થયો છું. અમે શરૂઆતમાં બોલિંગ સારી કરી હતી પરંતુ રસેલનો કેચ છોડીને અમે મોટી ભૂલ કરી છે.

પરંતુ લક્ષ્યનો પીછો કરતા હો ત્યારે તમે જ્યારે શરૂઆત સારી કરો છો તો મેચ જીતી શકો છે. પરંતુ કેકેઆરએ વાસ્તવમાં સારી બોલિંગ કરી અને અમને નિરાશ કર્યાં. આન્દ્રે રસેલને અણનમ 49 તેમજ સારી બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

You might also like