કોલકાતા ટેસ્ટ: વરસાદના કારણે મેચ સ્થગિત, રાહુલ-ધવન પરત ફર્યા

કોલકાતાઃ ટોસ હારીને પ્રથમ બેટિંગમાં ઉતરેલી ટીમ ઇન્ડીયાની શરૂઆત ખરાબ રહી હતી. વરસાદના કારણે મેચ રોકવામાં આવી ત્યારે ભારતે બે વિકેટના નુકસાન પર 17 રન બનાવ્યા છે. ભારત તરફતી વિરાટ કોહલી 0 તેમજ ચેતેશ્વર પુજારા 8 રને રમતમાં છે.

આ અગાઉ ટેસ્ટ મેચની પ્રારંભની પ્રથમ ઓવરના પહેલા બોલે જ રાહુલ સુરંગા લકમલના બહાર જતા બોલ પર વિકેટકીપરને કેચ આપી બેઠો હતો. રાહુલ 0 રન પર આઉટ થઇ ગયો હતો. રાહુલને આઉટ કર્યા બાદ લકમલે શિખર ધવનને બોલ્ડ કરી ભારતને બીજો ઝટકો આપ્યો હતો. શિખર ધવન 8 રન બનાવી આઉટ થયો હતો.

ભારત-શ્રીલંકા વચ્ચે 3 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટમાં શ્રીંલકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. આમ, પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્રથમ બેટિંગ કરશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીનો પહેલો મુકાબલો અહીંના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે, પરંતુ આજે સવારે વરસાદ પડતા મેચ સમયસર શરૂ થઈ શકી નહોતી. અગાઉ મેદાન પરનાં કવર્સ હટાવી દેવાયાં હતાં, પરંતુ ફરીથી વરસાદ પડતાં કવર ઢાંકી દેવાની ફરજ પડી હતી. મેદાનને સૂકવવા માટે આજે ગ્રાઉન્ડ સ્ટાફે જબરદસ્ત મહેનત કરી હતી.

You might also like