કોલકાતામાં નિર્માણાધીન પુલ ધરાશાયી : 14નાં મોત સેંકડો દબાયા

કોલકાતા : ઉત્તરી કોલકાતામાં ગુરૂવારે બપોરે નિર્માણાધીન ફ્લાઇઓવરનો એક મોટો ભાગ તુટી પડ્યો હતો. જેનાં કારણે મોટા પ્રમાણમાં મજુરો દટાયા છે ઉપરાંત 17 લોકોનાં મોત નિપજ્યા છે. કોલકાતા પોલીસનાં અનુસાર બડા બજાર વિસ્તારમાં ગણેશ સિનેમાની નજીક થયેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોતની પૃષ્ટિ થઇ ચુકી છે. જણાવાઇ રહ્યું છે કે ઓછામાં ઓછા 150થી વધારે લોકો કાટમાળમાં દટાયેલા છે. પોલીસે જણાવ્યું કે ફ્લાઇઓવરની નીચે મોટા પ્રમાણમાં વાહનો પણ દબાયેલા છે.

વડાપ્રધાન મોદીએ પણ દુર્ઘટનાં અંકે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ રાહત અને બચાવ કાર્ય પર સતત નજર રાખી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે સૈન્ય બોલાવી લેવાયું છે. સ્થાનિક પોલીસની સાથે અદ્ધસૈનિક દળોની ટુકડીઓ પણ બચાવકામગીરી કરી રહી છે. એનડીઆરએફની બે ટીમો પણ ઘટના સ્થળ જવા માટે રવાના થઇ ચુકી છે. ચૂંટણી પ્રચારમાં વ્યક્ત મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ઘટનાં અંગે માહિતી મળતાની સાથે ઘટનાં સ્થલે પહોંચ્યા. તેમણે કહ્યું કે કોઇ પણ જવાબદાર વ્યક્તિને છોડવામાં નહી આવે.

રાજ્ય સરકારે મૃતકનં પરિવારજનોને 5 લાખ અને ઘાયલોને 2-2 લાખ રૂપિયાનાં વળતરની જાહેરાત કરી છે. પોલીસ, ફાયરબ્રિગેડ અને અર્ધલશ્કરી દળો રાહત અને બચાવ કાર્ય યુદ્ધનાં ધોરણે ચલાવી રહ્યા છે. ઘટનાં નજરે જોનારનાં કહેવા અનુસાર બપોરે 12 વાગ્યે ગણેશસિનેમા પાસે ચિતપુર રોડ અને એમજીરોડનાં વચ્ચે ફ્લાઇઓવરનો મોટો ભાગ પડી ગયો હતો. ફ્લાઇઓવર કોલકાતાથી હાવડા જવાનાં રસ્તા પર બની રહ્યો હતો. સ્થાનિકોનાં અનુસાર જે હિસ્સો તુટી પડ્યો હતો તે વિસ્તારમાં બુધવારે જ કોંક્રીટ ભરાયું હતું.

ઘટનાં બાદ રાજકીય પક્ષોએ પોતાની નિયતી અનુસાર કાગરોળ મચાવવાનું ચાલુ કરી દીધું છે. વિપક્ષ દ્વારા તૃણમુલ કોંગ્રેસ પર જ સવાલ ઉપાડવામાં આવી રહ્યા છે. વિપક્ષનો સવાલ હતો કે ઓવરબ્રિજનું કામ દિવસે કેમ થઇ રહ્યું હતું ? કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટર પર બિનજવાબદારીભર્યા કામને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”en” dir=”ltr”>Shocked &amp; saddened by collapse of under construction flyover in Kolkata. Took stock of the situation &amp; rescue operations.</p>&mdash; Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/715488773803364352″>March 31, 2016</a></blockquote>
<script async src=”//platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

 

<blockquote class=”twitter-tweet” data-lang=”en”><p lang=”en” dir=”ltr”>My thoughts are with the families of those who lost their lives in Kolkata. May the injured recover at the earliest.</p>&mdash; Narendra Modi (@narendramodi) <a href=”https://twitter.com/narendramodi/status/715489009384824832″>March 31, 2016</a></blockquote>
<script async src=”//platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

You might also like