કોલકાતામાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોના કાફલા પર હુમલો

કોલકાતાઃ કોલકાતામાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુ‌િપ્રયોના કાફલા પર ગઈ કાલે કથિત રીતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યક્રરોએ ઈંટથી હુમલો કર્યાનો આક્ષેપ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકરો તેમના પક્ષના કેટલાક કાર્યક્રરોની ધરપકડના વિરોધમાં દેખાવ કરવા પોલીસમથકે જઈ રહ્યા હતા ત્યારે આવો હુમલો થયો હતો.

આ અંગે ભારે ઉદ્યોગ અને જાહેર સાહસોના કેન્દ્રીય રાજ્ય પ્રધાન સુપ્રિયોએ જણાવ્યું કે હું મારી પાર્ટીના કેટલાક લોકોને છોડાવવા પોલીસમથક તરફ જઈ રહ્યો હતો ત્યારે મારી અને મારી સાથે રહેલા પક્ષના કેટલાક કાર્યક્રરો પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યક્રરોએ ઈંટથી હુમલો કર્યો હતો. આ હુમલાથી મારી ગાડીના કાચને પણ નુકસાન થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હુમલાખોરોએ કાળા વાવટા પણ દર્શાવ્યા હતા ત્યારે મને એ સમજાતું નથી કે પોલીસે ટોળાને મારી કાર પાસે કેમ આવવા દીધું હતું? આ ઘટનાના વીડિયો ફૂટેજમાં જોવા મળે છે કે સુ‌િપ્રયો એક વાહનના ફૂટબોર્ડ પર ઊભા હતા ત્યારે તેમના મોઢા પર એક પથ્થર વાગ્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી.

આસનસોલના પોલીસ કમિશનર એલ. એન. મીણાએ જણાવ્યું કે ભાજપના સમર્થકોએ તૃણમૂલ કોંગ્રેસના નેતાના ઘરને ઘેરાવ કરવાનો પ્લાન કર્યો હતો અને જ્યારે આ વિવાદ થયો હતો ત્યારે પ્રધાન મલય ઘટક ઉત્તર આસનસોલ પોલીસમથક વિસ્તારમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના કાર્યકરોને ઘટકના નિવાસ તરફ જતા રોકી દેવામાં આવ્યા હતા,

You might also like