કોલકાતાઃ પ્લેનને ટક્કર મારનાર બસ ૧૦૦ કલાક બાદ અલગ થઈ

કોલકાતા: ગયા અઠવાડિયે કોલકાતા અેરપોર્ટ પર એક પ્લેનને ટક્કર મારનારી બસને ત્યાંથી હટાવવામાં ૧૦૦ કલાક જેટલો સમય લાગ્યો. અેરક્રાફ્ટ હજુ પણ ચાલી શકે તેવી હાલતમાં નથી. પાંચ દિવસ પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જેટ અેરવેઝની શટલ બસે એર ઇન્ડિયા અેપીઅાર અેરક્રાફ્ટને ટક્કર મારી હતી.  શનિવારે સાંજે મુંબઈની અેન્જિનિયરિંગની ટીમ અને કોલકાતાની એક એન્જિનિયરિંગ ટીમે જોઈન્ટ અોપરેશન શરૂ કર્યું હતું.

ફુગ્ગા જેવા એક ઇક્વિટમેન્ટનો પ્રયોગ કરતાં બસને એરક્રાફ્ટના એન્જિનથી અલગ કરાયું. અાખી રાત ચાલેલું અા અોપરેશન રવિવાર સવારે પૂરું થયું. અેર ઇન્ડિયાના જણાવ્યા મુજબ ફ્લાઈટ રન વે નંબર ૩૨ પર ઊભી હતી. અેટીઅાર ૪૨ ફ્લાઈટ કોલકાતાથી સિલચર માટે ઊંડાણ ભરવાની હતી. અા દરમિયાન જેટ અેરવેઝની બસે તેને પાછળથી ટક્કર મારી. અા ઘટના મંગળવારે સવારે ૫.૪૫ વાગે બની હતી. અેરપોર્ટ ડિરેક્ટર અેકે શર્માઅે અા ઘટના બાદ જણાવ્યું હતું કે ડ્રાઈવર મોમિનઅલીને ઝોકું અાવી ગયું હતું. ડ્રાઈવર નાઈટ શિફ્ટ પર હતો. દુર્ઘટના ત્યારે થઈ જ્યારે તેની નાઈટ શિફ્ટ પૂરી થવાની હતી.

અા દુર્ઘટનાથી એર ઇન્ડિયાને ભારે ધરખમ નુકસાન થયું છે. પ્લેનની કિંમત ૪૦૦ કરોડ રૂપિયા છે. જો કે અેર ઇન્ડિયાઅે નુકસાનનો અોફિશિયલ ખુલાસો કર્યો નથી. તેને રિપેર કરવામાં લાંબો સમય લાગશે. તેની પર કરોડોનો ખર્ચ અાવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ ફ્લાઈટમાં કોઈ પેસેન્જર ન હતા તેને કારણે મોટી દુર્ઘટના ટળી છે.

You might also like