કોહલીએ વધુ એક વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં ગઈ કાલ બાદ આજે પણ ધમાકેદાર બેટિંગ કરીને ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ટેસ્ટ ક્રિકેટમાં હોમ સિઝનમાં અત્યાર સુધી આ રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે હતો. વીરુએ ટેસ્ટમાં હોમ સિઝનમાં સૌથી વધુ ૧૭ ઇનિંગ્સમાં ૬૯.૦૬ની સરેરાશથી ૧૧૦૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન વીરુએ ચાર સદી અને ત્રણ અર્ધસદી ફટકારી હતી, પરંતુ આજે જ્યારે વિરાટ કોહલી બેટિંગ દરમિયાન જ્યારે ૧૪૧ રને પહોંચ્યો ત્યારે તેણે વીરુનાે આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. ગઈ કાલે જ્યારે કોહલી ૧૧૧ રને અણનમ રહ્યો હતો ત્યારે તેને વીરુના રેકોર્ડને તોડવા માટે ફક્ત ૩૦ રનની જ જરૂર હતી. આજે બાંગ્લાદેશ સામેની ટેસ્ટના બીજા દિવસે કોહલીએ શાનદાર બેટિંગ કરીને આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

હોમ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના બેટ્સમેન
વીરેન્દ્ર સેહવાગઃ ૧૭ ઇનિંગ્સમાં ૧૧૦૫ રન.
ગ્રેહામ ગૂચઃ ૧૧ ઇનિંગ્સમાં ૧૦૫૮ રન.
સુનીલ ગાવસ્કરઃ ૨૧ ઇનિંગ્સમાં ૧૦૨૭ રન.
દિલીપ વેંગસરકરઃ ૧૩ ઇનિંગ્સમાં ૯૬૬ રન.
હવે આ યાદીમાં વિરાટ કોહલીનું નામ પ્રથમ સ્થાને આવી ગયું છે.
દરમિયાન, આજે ટેસ્ટ મેચના દિવસે ભારતે તેની સ્થિતિ બહુ જ મજબૂત કરી લીધી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે ભારતનો સ્કોર ત્રણ વિકેટે ૪૫૫ રન છે. વિરાટ કોહલી ૧૭૩ રને અને રહાણે ૮૨ રને બેટિંગ કરી રહ્યા છે.

http://sambhaavnews.com/

You might also like