ઓસ્ટ્રેલિયાએ કોહલીને કેપ્ટન તરીકે પસંદ કર્યો : બુમરાહનો પણ સમાવેશ

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે 2016ની વન ડે ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી અને પોતાનાં ખેલાડી સ્ટિવ સ્મિથને નજર અંદાજ કરીને વિરાટ કોહલીને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ટીમમાં એક અન્ય ભારતીય પણ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે. આ ખેલાડી છે જસપ્રિત બુમરાહ. અગાઉ આઇસીસીએ પણ કોહલીને વનડે ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો.

આ અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, કોહલીએ આ વર્ષે માત્ર 10 વનડે મેચ જ રમી છે, પરંતુ વનડેમાં સૌથી બેસ્ટ ખેલાડી હોવાનો પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે. વિરાટે આ વર્ષે પોતાની 10 વનડે ઇનિંગ્સમાં 8માં 45 રન અથવા તેનાથી વધારે બનાવ્યા છે. કોહલીની હાજરીમાં 59 વખત ટીમે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ મેચમાં તેનું પ્રદર્શન અસાધારાણ રહ્યું હતું. તેણે 90.10ની સરેરાશથી રન બનાવ્યા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલ વનડે ટીમ
1. વિરાટ કોહલી (કેપ્ટન, ભારત)
2. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા)
3. ક્વિન્ટન ડિ કોક (વિકેટ કીપર, દક્ષિણ આફ્રીકા)
4. સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
5. બાબ આઝમ (પાકિસ્તાન)
6. મિશેલ માર્શ (ઓસ્ટ્રેલિયા)
7. જોસ બટલર (ઇંગ્લેન્ડ)
8. જસપ્રીત બુમરાહ (ભારત)
9. ઇમરાન તાહીર (દ. આફ્રીકા)

You might also like