કોહલીનાં ઝડપી 7000 રન : બિનઅનુભવી બોલરો બન્યા હારનું કારણ : ધોની

મેલબોર્ન : જો કે મેચ પુરી થયા બાદ ધોનીને હારનું કારણ પુછવામાં આવ્યું તો તેણે નવા બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા. ધોનીએ કહ્યું કે હું હારની નિરાશ છું. અમે સારી બેટિંગ કરી પરંતુ અમારા બોલર નવા છે. જેનાં કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો છે. અમારી ફિલ્ડીંગ પણ સારી નહોતી રહી. અમે કેટલાય કેચ છોડ્યા જે અમારીહારનું કારણ ગણી શકાય.

જો કે મેલેબોર્ન વને કોહલી માટે ખાસ સાબિત થિ હતી. તેણે પોતાની 24મી સતી બનાવવાની સાથે સાથે સૌથી ઝડપી 7000 રન પુરા કર્યાનો રેકોર્ડ પણ પોતાનાં નામે કર્યો હતો. આ રેકોર્ડ અગાઉ દક્ષિણ આફ્રીકનાં એબી ડિવિલિયર્સનાં નામે હતો. જેણે 166 રમતમાં સાત હજાર રન બનાવ્યા હતા. કોહલીએ 161 રમતમાં આ સ્કોર બનાવ્યો હતો. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલ ગુરકીરતે 8 બોલમાં 7 રન બાવ્યા હતા.

આગામી મેચ હવે ઓવલમાં રમવામાં આવશે. ભારતનાં આ પરાજય અંગે સૌરભ ગાંગુલીએ પણ તિખી પ્રતિક્રિયા આપી હતી. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે ધોની અને ટીમ ગત્ત પરાજયમાંથી કાંઇ શિખી નથી. બોલરોનાં અનુભવનું બહાનુંનહી ચાલે. ઇશાંતને હવે કેટલા વર્ષોનાં અનુભવની જરૂર છે. જાડેજા પણ 60 70 મેચ રમી ચુક્યો છે. હવે અનુભવ કેટલો જોઇએ. ચેતન ચૌહાણે કહ્યું કે ટીમની પસંદગીનો સંપુર્ણ અધિકાર કેપ્ટન પાસે હતો. અમિત મિશ્રાને ડ્રોપ કરવાનું ભારે પડ્યું છે. ટીમની પાસે અત્યારે કોઇ એટેકિંગ બોલર નથી.

You might also like