ધોની ટવિટર વર્લ્ડ ટી-20 ડ્રીમ ટીમનો સુકાની

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટવિટરે વર્લ્ડ ટી-20 માટે પોતાની ડ્રીમ ઇલેવનની જાહેરાત કરી છે. તેમાં તે ક્રિકટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે છેલ્લા 12 મહિનાથી ટવિટર પર ધૂમ મચાવી રહ્યાં છે. આ ટીમનું નેતૃત્વ ટીમ ઇન્ડીયાના સુકાની ધોનીને સોંપવામાં આવ્યું છે. આ ટીમની ખાસ વાત એ છે કે ધોની સહિત છ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ડ્રીમ ઇલેવનમાં ધોની સહિત વિરાટ કોહલી, સુરેશ રૈના, આર. અશ્વિન અને હરભજનસિંહની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સોશિયલ નેટવર્કીંગ સાઇટ ટવિટરે જણાવ્યું હતું કે ડ્રીમ ટીમમાં પાછળના 12 મહિનામાં ટવિટર પર ધૂમ મચાવી રહેલા ખેલાડીઓની નિમણૂં કરવામાં આવી છે. ટીમમાં કોઇપણ કોચ નથી. ટીમમાં ઓસ્ટ્રેલિયા સુકાની સ્ટીવ સ્મિથ, પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, વહાબ રિયાજ, મોહમ્મદ હાફીઝ તેમજ આફ્રિકાના ડેઇલ સ્ટેઇન અને વેસ્ટ ઇન્ડિંઝના ક્રિસ ગેઇલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટવિટરની ડ્રીમ ટીમ: મહેન્દ્રસિંહ ધોની (સુકાની), વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ, ક્રિસ ગેઇલ, શાહિદ આફ્રિદી, સુરેશ રૈના, વહાબ રિયાઝ, મોહમ્મદ હાફિઝ, આર. અશ્વિન, હરભજનસિંહ અને ડેઇલ સ્ટેઇન.

You might also like