ક્રિકેટમાં રેકોર્ડ્સની વણઝાર: કોહલીએ ડોન બ્રેડમેનનો, તો અમલાએ કોહલીનો, ડી કોકે અમલાનો તોડ્યો રેકોર્ડ

નવી દિલ્લી: શુક્રવારે જ્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સતત ચોથી ટેસ્ટ સીરીઝમાં બેવડી સદી ફટકારી સર ડોન બ્રેડમેન અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો હતો ત્યારે દુનિયામાં બીજી તરફે સાઉથ આફ્રિકાના હાશિમ અમલાએ કોહલીનો એક વનડે રેકોર્ડ તોડી નાખ્યો છે.

જ્યાં સુધી વનડે રેકોર્ડની વાત છે અમલા સતત કોહલીને ટક્કર આપતો રહે છે. હવે અમલાએ કોહલીના સૌથી ઝડપી 24 વનડે ઇન્ટરનેશનલ સેન્ચુરી બનાવવાના રેકોર્ડને તોડી કાઢ્યો છે. અમલાએ 142 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. જ્યારે કે કહોલીએ 161 ઇનિંગ્સમાં 24 સેન્ચુરી બનાવી હતી.

You might also like