ધોનીઅે અચાનક નિવૃત્તિ જાહેર કરતાં કોહલી રડી પડ્યો હતો

નવી દિલ્હી: ડિસેમ્બર ૨૦૧૪માં જ્યારે અેમ.અેસ.ધોનીઅે અચાનક જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી ત્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. અને અેક ટેસ્ટ મેચ બાકી હતી. ધોનીઅે નિવૃત્તિ લેવાની જાહેરાત કરતા કેપ્ટન તરીકેની જવાબદારી વિરાટ કોહલીને સોંપવાની વાત સાંભળતાં જ તે પોતાની જાત પર કાબૂ નહિ રાખી શકતાં તેણે આ વાત અનુષ્કાને જણાવી હતી અને રડવા લાગ્યો હતાે. તેમ કોહલીઅે અેક મુલાકાતમાં જણાવ્યું હતુ.

કોહલીઅે જણાવ્યું હતુ કે ધોનીની નિવૃત્તિ બાદ મને ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ખરેખર મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મને આવી જવાબદારી સોંપવામાં આવશે. આ અંગે કોહલીઅે વધુમાં જણાવ્યું હતુ કે ધોનીની જાહેરાત બાદ માહોલ શાંત થતાં હું મારા રૂમમાં ગયો હતો. ત્યારે અનુષ્કા ઓસ્ટ્રેલિયામાં હતી. મેં તેને પણ આ વાત જણાવી ત્યારે મને આંસુ આવી ગયા હતા. અનુષ્કા પણ આ વાતથી હેરાન હતી. અને આવું અચાનક કેમ થઈ ગયું તે બાબતે ચિંતીત હતી. જોકે અનુષ્કાઅે મને સમજાવ્યો હતો. થોડીવાર બાદ મેં વિચાર્યું હતું કે કોઈપણ રીતે મારે ટીમની જવાબદારી સંભાળવી જ પડશે.

કોહલીઅે આગળ જણાવ્યું હતું કે મેં ભારત તરફથી ક્રિકેટ રમવાનું સ્વપ્ન જોયું હતુ. પરંતુ ૨૬ વર્ષની વયે ટીમનો કેપ્ટન બનીશ. તેવું ક્યારેય વિચાર્યુ ન હતું. વિરાટને જાન્યુઆરી ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ માટે કેપ્ટનશિપની તક મળી હતી. ચાર ટેસ્ટની સિરીઝમાં પ્રથમ ત્રણ મેચમાં ધોનીને કપ્તાની કર્યા બાદ અંતિમ ટેસ્ટ પહેલા નિવૃત્તિ જાહેર કરી હતી.

ત્રણ વર્ષમાં ૧૩ દિગ્ગજ ખેલાડીઓઅે નિવૃત્તિ લીધી
છેલ્લાં ત્રણ વર્ષમાં ધોની ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રેથી ૧૩ દિગ્ગજ ખેલાડીઓઅે નિવૃત્તિ જાહેર કરી છે. તેમાં ભારત તરફથી માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દ‌િક્ષણ આફ્રિકાના ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

You might also like