કોફતા કરી

સામગ્રીઃ ૧ વાડકી દૂધીનું છીણ, ૦।। વાડકી ઘઉંનો લોટ, ૧ ટે.સ્પૂન ચણાનો લોટ, ૧ ટે.સ્પૂન તેલ, બે ટે.સ્પૂન દહીં, મીઠું સ્વાદ મુજબ,ચપટી હળદર, ૧ ટી.સ્પૂન વાટેલાં આદું-મરચાં, ૦।। ટી સ્પૂન ખાંડ,

ચપટી લીંબુનાં ફૂલ, ૧ ટે.સ્પૂન સમારેલી કોથમીર, ૦।। ટી.સ્પૂન આખું જીરું, ૩ નંગ ટામેટાં, ૧ કાંદો, કટકો આદું, ૪ કળી લસણ, ૧ ટે.સ્પૂન મગજતરીનાં બી, ૧ ટે.સ્પૂન ધાણા, ૦।। ટી.સ્પૂન જીરું, ૧ નંગ સૂકાં લાલ મરચાં, ૦।। ટી. સ્પૂન કોર્નફલોર.

રીતઃ દૂધીનું છીણ તથા બંને લોટ ભેગા કરી મસાલા માટેની તમામ સામગ્રી મિક્સ કરી  તૈયાર કરેલું મિશ્રણ થાળીમાં પાથરવું. વરાળથી બાફી, ઠંડું કરી ગોળ કટર વડે કાપીને કોફતા તૈયાર કરવા. ટામેટાં સમારીને બ્લેન્ડ કરવા. પ્યૂરી બનાવવી. ધાણા, જીરું, લાલ મરચું, મગજતરીનાં બી મિક્સ કરીને શેકવા. કાંદો, આદું, લસણ તેમાં નાખી થોડું પાણી ઉમેરી મસાલો વાટવો. તેલ ગરમ મૂકી મસાલો સાંતળવો. ત્યારબાદ ટામેટાંની પ્યૂરી ઉમેરવી. ૦।। વાડકી પાણીમાં કોર્નફલોર ઓગાળી તેમાં નાખવો. હલાવતા રહી ગરમ મસાલો, મીઠું, હળદર નાખવાં. પ્યુરીમાં કોફતા મૂકી સર્વ કરો.

You might also like