નવેમ્બરથી શરૂ થશે કરણ જ્હોરનો શો કોફી વીથ કરણ

મુંબઇ: ફિલ્મકાર કરણ જ્હોરએ જણાવ્યું કે તે નાના પડદાનો લોકપ્રિય ચેટ શો કોફી વીથ કરણની પાંચમી સિઝનમાં છ નવેમ્બરથી પાછો આવશે. આ શો સ્ટાર વર્લ્ડ અને સ્ટાર વર્લ્ડ એચડી પર શરૂ થશે.

અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ શો ઓગસ્ટમાં શરૂ થશે, પરપંતુ ચેનલ તરફથી ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવી. આ પહેલા આ શો માં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન , કાજોલ, રાની મુખર્જી, કરીના કપૂર, સેફ અલી ખાન, ફરાહ ખાન, અનિલ કપૂર અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર કાસ્ટ જોવા મળ્યા હતા.

જાણવા મળ્યું હતું કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન આ શોમાં પહેલા મહેમાન હશે, પરંતુ હાલમાં જ કરણ આ વાતનું ખંડન કરી ચૂક્યો છે, તેણે કહ્યું કે અમે જલ્દી આ વાત માટે જણાવીશું.

You might also like