બીમારીઓ વિશેે જાણીને ઇલાજમાં મદદ કરશે શુગરથી ચાલતું સેન્સર

વોશિંગ્ટન: ભારતીય મૂળના વિજ્ઞાનીના નેતૃત્વમાં એક ટીમે એવું ઇમ્પ્લાન્ટેબલ સેન્સર વિકસાવ્યું છે, જે બીમારીઓ જાણકારી મેળવીને તેને રોકવા અને ઇલાજ કરવામાં મદદ કરશે. શુગરથી ઊર્જા મેળવનાર આ સેન્સર શરીરના જૈવિક સંકેતોની ભાળ મેળવે છે. જેના દ્વારા બીમારીઓની જાણ થઇ શકે છે.

અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર સુભાંશુ ગુ્પ્તા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલું આ સેન્સર જૈવ ઇંધણ કોશિકા અને લોહીમાં રહેલા ગ્લુકોઝની મદદથી કામ કરે છે. આઇઇઇઇ ટ્રાન્ઝેકશન ઓફ સર્કિટ એન્ડ સિસ્ટમ્સ નામની જર્નલમાં આ અધિકાર અંગે વિસ્તારથી વાત કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ સેન્સર ઇલેકટ્રોનિક અને જૈવ ઇંધણ કોશિકાઓનું અદ્વિતીય એકીકરણ છે. તેમાં ઉચ્ચ સંવેદનશીલતાવાળા શારીરિક અને રાસાયણિક સંકેતોની જાણ થાય છે.

સંશોધકોના જણાવ્યા મુજબ બીમારીઓની જાણ થાય તે માટે વર્તમાનમાં રહેલા મોટા ભાગના લોકપ્રિય સેન્સર ઘડિયાળના રૂપમાં છે. જેને ચલાવવા માટે વારંવાર ચાર્જ કરવાની જરૂર પડે છે. આ ઉપરાંત ત્વચા પર પહેરી શકાય તેવા પેચ જેવા સેન્સર એમ્બેડેડ થઇ શકતા નથી.

સંશોધકોનું કહેવું હતું કે આ જ કારણ હતું કે તેમણે એવું સેન્સર વિકસાવ્યું જેને વારંવાર ચાર્જ કરવાની જરૂર ન પડે.
બ્લડ નહીં લેવું પડે સંશોધકોનું કહેવું કે આ ઉપરાંત આ સેન્સરની મદદથી ડાયાબિટીસના દર્દીઓની તપાસ માટે બ્લડ લેવા માટે તેમની આંગળી પર સોય ખોસવાની જરૂર નહીં પડે. તેના વગર વ્યકિતના ડાયાબિટીસ અંગે જાણ થશે.

માનવશરીરમાં ઘણા ઇંધણ
સુભાંશુ કહે છે કે લોહીમાં રહેલા ગ્લુકોઝના રૂપમાં માનવ શરીરમાં ઘણું બધું ઇંધણ રહેલું છે. અમે તે જ ઇંધણનો ઉપયોગ કરીને સેન્સરને ઊર્જા આપવાની રીત શોધી. આ સેન્સર એટલે જ બેટરીની ચાલતા પરંપરાગત સેન્સરથી અલગ છે.

You might also like