જાણો તમારું જીયો સીમ પ્રી-પેડ છે કે પોસ્ટપેડ, નહીં તો ભરવું પડશે બીલ!

જો તમે લાંબી લાઇનમાં ઉભા રહીંને કોલિંગ અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે Reliance Jio નું સીમ લીધું છે. તો તમારે થોડી સાવચેતીની જરૂર છે, કારણ કે આ ઓફર પૂરી થતાની સાથે જ તમારા ઘરે જીયોનું બીલ આવશે અને નિયમ પ્રમાણે તમારે તે બીલ ભરવું પણ પડશે. તેથી જ તે જાણવું જરૂરી છે કે જે સીમ તમે લીધું છે તે પોસ્ટપેડ છે કે પ્રી-પેડ કનેક્શન વાળું છે.

રિલાયન્સ જીયોનું સીમ પ્રી-પેડ છે કે પોસ્ટપેડ છે જાણવું ઘણું જ સરળ છે. સૌથી પહેલા તમે પોતાના ફોનમાં રહેલી જીયો એપને ખોલો. jioત્યાર બાદ  My jio નું ઓપ્શન આવશે. જેના પર ક્લિક કરો. તેને ક્લિક કર્યા બાદ, જે પેજ તમે ઓપન કર્યું છે, તેના પર Welcome to your digital life લખ્યું હશે. આ પેજ પર સૌથી નીચે લખ્યું હશે Skip Sign In, જેના પર તમે જેવું જ ક્લિક કરશો, એક નવું પેજ ખુલશે.jio1આ નવા પેજ પર સૌથી ઉપરની તરફ લખ્યું હશે My Jio. આ પેજમાં તમને Balance લખેલું દેખાશે, તો તેનો મતલબ છે કે, તમારું જીયો કનેક્શન પ્રી-પેડ છે.

jio2પરંતુ બેલેન્સની જગ્યાએ Unpaid bill લખ્યું છે તો તેનો મતલબ છે કે, જે જીયો કનેક્શનનો ઉપયોગ તમે કરી રહ્યા છે, તે પોસ્ટ-પેડ સીમ કાર્ડ છે. યાદ રાખો કે, રિલાયંસ જીયો દ્વારા આપવામાં આવી રહેલ ફ્રી સેવાઓ પૂરી થશે, તેવુ જ જે જીયો યૂઝર્સ પાસે પોસ્ટ-પેડ કનેક્શન છે, તેમણે બીલ માટે તૈયાર રહેવું પડશે.jio3

home

You might also like