આખરે કેમ પત્ની બાંધે છે અન્ય પુરૂષ સાથે સંબંધ?

બદલાયેલી જીવનશૈલી સાથે સંબંધોમાં પણ પરિવર્તન આવી રહ્યાં છે. ત્યારે પતિ પત્નીના સંબંધોમાં “વો” આવવાના કિસ્સા વધી રહ્યાં છે. આજે એક્સ્ટ્રામેરિકલ અફેર્સ કોમન થઇ ગયા છે. ખાસ કરીને મહિલાઓ પતિ હોવા છતાં અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધતી હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે.  ત્યારે આખરે કેમ પતિ હોવા છતાં પત્ની અન્ય પુરૂષ તરફ આકર્ષાય છે તેના કેટલાક રસપ્રદ કારણો છે.

વારંવાર ઝગડો થવોઃ દાપત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થવો તે સામાન્ય છે. પરંતુ કેટલાક પુરૂષો નાની નાની વાતમાં પત્ની સાથે ઝગડા કરે છે. ત્યારે આવા ઝગડાથી બચવા અને શાંતિ મેળવવા માટે પત્ની અન્ય પુરૂષનો સહારો લે છે.

અસંતુષ્ટ સેક્સઃ ક્યારેક પતિ કેટલીક ગુપ્ત નબળાઓને કારણે અથવા તો પ્રબળ યોન ઇચ્છાને કારણે પોતાની પત્નીને સંતોષ આપી શકતો નથી. તેથી સેક્સની સંતુષ્ટી માટે પત્ની અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધે છે.

પત્નીને માન ન આપવુઃ કેટલાક પુરૂષો પોતાની પત્નીની અવગણના કરે છે. કેટલાક પતિ એવા હોય છે. જેના માટે પત્ની ઘરની દેખરેખ રાખનાર અને રાત્રે બેડ પર પોતાની જરૂરિયાત સંતોષનાર એક વસ્તુ છે. આવી પરિસ્થિતિમાં પ્રેમના બે શબ્દો સાંભળવા માટે પણ પત્ની તરસતી હોય છે. ત્યારે તેને અન્ય પ્રેમ કરનાર પુરૂષ મળી જાય તો તે તેની તરફ આકર્ષાય છે.

પતિ સમય ન આપી શકેઃ પતિની કામની વ્યસ્તતા પણ પત્નીને અન્ય પુરૂષ સાથે સંબંધ બાંધવા મજબુર કરે છે. પોતાની એકલતા દૂર કરવા તે અન્ય સાથીને શોધ કરે છે.

જબરજસ્તીની લગ્નઃ સમજ અને માતા-પિતાના દબાણથી પુત્રી જ્યારે અરેજ મેરેજમાં જોડાય છે. ત્યારે આવી યુવતી સાચા દિલથી પતિને પ્રેમ કરી શકતી નથી અને પોતાના જૂના પ્રેમીને ભૂલાવી શકતી પણ નથી.

You might also like