બહેન પાસે રહેનાર ભાઈઓ હોય છે આ 5 શક્તિઓના માલિક….

બ્રિટિશ મનોવૈક્ષાનિકો દ્વારા કરવામાં આવેલી એક શોધમાં આ વાત સામે આવી છે કે બહેનો સાથે મોટા થનાર છોકરાઓ, ભાઈઓની સાથે રહેનાર છોકરાઓની તુલનામાં વધારે આત્મનિર્ભર હોય છે. ભાઈ-બહેનના સંબંધને એમજ વહાલો સંબંધ કહેવામાં નથી આવતો, જ્યારે ભાઈ બહેન મોટા થઈ રહ્યા હોય છે, ત્યારે તે એકબીજાથી ઘણુ શીખતા હોય છે. જે આગળ તેમને સમાજમાં સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. આ વાત જુદી જુદી શોધમાં પણ ખબર પડી છે.

બે ભાઈ હોવાની જગ્યાએ એક ભાઈ અને એક બહેન હોય તો,તેના ઘણા લાભ થતા હોય છે. એક રિપોર્ટ પ્રમાણે એક બહેન પોતાનાથી નાનાને સામાજિક કૌશલ જેવા સંચાર, હળવા મળવા અને સંવાદ વિકસિત કરવામાં મદદ કરે છે. જ્યારે સંઘર્ષ, સંકલ્પ, સહાનુભૂતિ અને બીજાની સંભાળ રાખવમાં પણ ઘણુ શીખવતી હોય છે.

માનસિક રૂપથી બનશો સ્વસ્થ

કોઈ પ્રકારના ડરથી બહાર નિકળવા માટે મદદદની જરૂરિયાત છે, તો પોતાની બહેનને બોલાવો. જર્નલ ઓફ ફેમિલી સાઈકોલોજીમા પ્રકાશિત 2010ની શોધથી ખબર પડે છે કે એક બહેન પોતાના નાના ભાઈના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માનમાં વધારો કરે છે.

વિનમ્ર રહેવાનુ શીખવે છે.

જો તમારા બાળક પાસે બહેન છે, તો તે દયાળુ માણસ છે. શોધમાં ખબર પડે છે કે એક બહેન હોવાથી ભાઈ દયાળુ અને વિનમ્ર બનાવે છે, આવુ એટલા માટે, કેમકે બહેન હંમેશા પ્રેમ અને સ્નેહ દેખાડે છે અને કરુંણા અને પરોપકાર જેવી સકારાત્મક સામાજિક વ્યવહારને પ્રોત્સાહન આપે છે.

જીવનના ઉતાર-ચઢાવ

ઘ સિબ્લિંગ ઈફેક્ટના લેખક જેફ્રી ક્લુગર પ્રમાણે, ભાઈ બહેન પાસેથી શીખી શકે છે કે કેવી રીતે વાતચીત કરીને એક વિવાદ અને ખરાબ પરિસ્થિતિયોમાં શારીરિક હાનિ પહોંચાડ્યા વગર સ્થિતિને સુધારી શકાય.

સારો સંવાદ કૌશલ્ય

એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે બહેનો સાથે મોટા થયેલા ભાઈ, મહિલાઓની સાથે સારો સંવાદ કરી શકે છે, ઘણા ભાઈ-બહેન પોતાની કિશોર અવસ્થામાં એકબીજાની પાસે રહેતા હોય છે માટે તેમને ઓપોઝીટ સેક્સ વિશે ઘણી જાણકારી હોય છે.બ્રિટિશ મનોવૈક્ષાનિકો દ્વારા કરવામાં આવેલા 2009ના એક સર્વેક્ષણથી ખબર પડે છે ઓછામાં ઓછી એક બહેન સાથે મોટા થનાર છોકરાઓ વઘુ આત્મનિર્ભર હોય છે.

You might also like