જાણો શા માટે ISIS ઇચ્છે છે આ મહિલાનું માથું, રાખ્યું 10 લાખ ડોલરનું ઇનામ

લંડન: ઇસ્લામિક સ્ટેટના કુર્દિશ મહિલા ફાઇટર જોઆના પલાનીના માથા માટે 10 લાખ ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું છે. ઇસ્લામિક સ્ટેટનું કહેવું છે કે જે કોઈ પલાનીની હત્યા કરશે તેને 6 લાખ 78 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જણાવી દઈએ કે જોઆના પલાની 23 વર્ષની છે અને તેણે 2014માં ઇસ્લામિક સ્ટેટને ટક્કર આપવા માટે યુનિવર્સિટિનો અભ્યાસ છોડી દીધો હતો.

જોઆના પલાની હમણાં ડેનમાર્કની રાજધાની કોપેનહેગનની એક જેલમાં બંધ છે. તેના પર મુકદ્દમો ચાલી રહ્યો છે. જૂન 2015માં પલાની પર 12 મહિનાના ટ્રાવેલનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અદાલતે તેને ગુનેગાર ઠેરવવી અને બે વર્ષની સજા ફટકારી હોઈ શકે. ઇસ્લામિક સ્ટેટે અરબ મીડિયા દ્વારા કેટલીક ભાષાઓમાં જોઆન પલાનીની હત્યાનો ફતવો બહાર પાડ્યો છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે પલાનીની બુધવારે કોર્ટમાં સુનાવણી થવાની છે. ડેનમાર્કના નવા કાયદા પ્રમાણે જો તે ડેનમાર્કથી મિડલ ઇસ્ટ જવા માટે દોષિત સાબિત થશે તો તેને બે વર્ષની સજા થઈ શકે છે.

You might also like