જાણો, કેમ ખાસ હોય છે જન્મબાદનું પ્રથમ સપ્તાહ બાળક માટે?

જન્મ બાદ પ્રથમ સપ્તાહ નવજાત માટે ખાસ હોય છે. આ સમય દરમ્યાન તેનું ધ્યાન રાખવું શીશુ મૃત્યુ દરને ઓછું કરી શકે છે. ભારતમાં એક હજાર નવજાતમાં 70નું મૃત્યુ પ્રથમ મહિનામાં જ થાય છે. જેના અનેક કારણ છે. સંક્રમણ, ગર્ભમાં કે જન્મ બાદ શિશુને યોગ્ય માત્રમાં ઓક્સીજન ન મળવો, સમય પહેલા જન્મ, શરીરનું અસામાન્ય તાપમાન કે જન્મ સમયે શારીરિક માનસિક વિકૃતિ વગેરે છે. તેથી જ પ્રસવ બાદ બાળકને માનો સ્પર્શ આપવો ખૂબ જ જરૂરી છે.

બાળકને રોગ મુક્ત રાખવા માટે માતાએ જરૂરી રસી લેવી જોઇએ. મહિલાઓમાં લોહીની ખામી અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા સાથે સંક્રમણ દૂર કરવાની સલાહ આપવામાં આવે છે. શરૂઆતના અને અંતિમ ત્રણ મહિના ખૂબ જ મહત્વના હોય છે. આ દરમ્યાન વધારે વજન ન ઉઠાવવું અને ખાવાપીવાનું પણ ધ્યાન રાખવું. આ સમયે સાવચેતી ન રાખવાથી હાઇપોથર્મિયા, હાઇપોગ્લાઇસીમિયા અને સેપ્ટીસીમિયા થઇ શકે છે.

બાળકના જન્મની તુરંત બાદ ગર્ભનાળ કાપતા પહેલા બાળકનો માતાની ત્વચાને સ્પર્શ કરાવવો જરૂરી છે માનું શરીર બાળકના બોડી ટેપ્રેચરને સામાન્ય કરી દે છે. પ્રસવ બાદ બાળકની ગતીવિધીઓ પર ધ્યાન આપો. જેમકે 24 કલાકમાં બાળક 6-7 વખત યુરિન કરે. 10 દિવસમાં 200-400 ગ્રામ વજન વધે. ગર્ભનાળ પર બાંધેલી કિલ્પ 7થી 10 દિવસમાં જાતે જ ખરી પડે. જો તે જગ્યાએ સોજો, લાલાશ કે પરૂ થઇ જાય તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લો. બાળકને લેતા પહેલા તેની ગરદન અને માથા ભાગને સપોર્ટને બાળકને ઉચકવાનો પ્રયાસ કરવો.

http://sambhaavnews.com/

You might also like