આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 21 કરોડથી આગળ, જાણો કોણ ‘રઇસ’ તો કોણ ‘કાબિલ’

બોલીવુડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઇસ’ અને રિતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ની બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર ચાલી રહી છે. કમાણીના મામલામાં ‘રઇસ’ રઇસ થઈ છે તો કાબિલ થોડી પાછળ રહીને પણ એક કાબેલ ફિલ્મ સાબિત થઈ છે. 25 જાન્યુઆરીએ રિલિઝ થયેલી ફિલ્મ રઇસે ત્રણ દિવસમાં 27 જાન્યુઆરી સુધી દેશભરમાં 59.83 કરોડની કમાણી કરી લીધી છે.
યુકેમાં રઇસ ફિલ્મે ત્રણ કરોડ તો ઓસ્ટ્રેલિયામાં 2.43 કરોડ સાથે કુલ 5.45 કરોડની કમાણી કરી ચૂકી છે. આ સિવાય પણ બે દિવસમાં 26 જાન્યુઆરી સુધીમાં યુએઈ-જીસીસીમાં ફિલ્મે 9.53 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

You might also like