જાણી લ્યો…કાલથી કયા ફેરફારો થશે ? થોડી ઘટશે તો થોડી વધશે મુશ્કેલી

નવી દિલ્હી: ૧લી જાન્યુઆરી ૨૦૧૬ના કેલેન્ડરની તારીખ જ આજે મધરાત બાદ નહી બદલે પરંતુ આપણા જીવનમાં અનેકમામલામાં આવતીકાલથી ફેરફારો થશે. એવા ફેરફારો હશે જે આપણા જીવનમાં ફેરફારો લાવશે. આનાથી કેટલુક કામ સરળ થશે તો કેટલીક પરેશાની ઉભી થશે. આ કડીમાં નીચે મુજબના ફેરફારો થશે.

interview(૧) અનેક નોકરીઓમાં ઇન્ટરવ્યુ સમાપ્ત
લાલ કિલ્લા ઉપરથી પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે, ૧લી જાન્યુઆરીથી સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યુ પ્રથા બંધ થશે. આવતીકાલથી આ બાબતનો અમલ થઇ રહ્યો છે. આવતીકાલથી નીચલી શ્રેણીના પદોની ભરતી માટે ઇન્ટરવ્યુ નહી લેવાય. ગ્રુપબી અને સી પર તે લાગુ થશે.

(ર) બેંક ચાર્જીસ વધશે

આવતીકાલથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્વિસ ચાર્જ વધારી રહી છે. લોકર લેવા અને બેંક એકાઉન્ટ મેઇનટેનન્સ ખર્ચ વધશે. કોઇપણ લોન પર સર્વિસ ચાર્જ પણ વધશે. એસબીઆઇની લોન લેવા પર વધુ પ્રોસેસીંગ ફી ચુકવવી પડશે.

LPG(૩) એલપીજી સબસીડી શ્રીમંતો માટે બંધ

સરકારે નિર્ણય લીધો છે કે, આવતીકાલથી વર્ષે ૧૦ લાખની કમાણી કરતા લોકોને એલપીજીની સબસીડી ન આપવી. આ માટે ગ્રાહકોએ એક ઘોષણા પત્ર આપવુ પડશે. તેઓને બજારભાવે બાટલો ખરીદવો પડશે.

(૪) પીએફ ઉપાડવા માટે યુએએન જરૂરી

તમામ ઇપીએફઓ એકાઉન્ટ ધારકો માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર જરૂરી બનાવવામાં આવ્યો છે એટલે કે પીએફ કલેઇમ માટે હવેયુએએન નંબર રાખવો ફરજીયાત બનશે.

(પ) કોલડ્રોપ ઉપર કંપનીઓ પૈસા આપશે

૧લી જાન્યુઆરીથી જો તમારા કોલ વચમાં જ કપાઇ જાય તો મોબાઇલ ઓપરેટર તરફથી એક રૂપિયાની ભરપાઇ કરવામાં આવશે. ઓપરેટરે કોલડ્રોપ થવાના ૪ કલાકની અંદર ગ્રાહકને સંદેશો પાઠવી માહિતી આપવી પડશે. પ્રિપેઇડ અને પોસ્ટ પેઇડ બંને પ્રકારના ગ્રાહકોને એક દિવસમાં વધુમાં વધુ ત્રણ કોલડ્રોપના ૩ રૂપિયા વળતર આપવુ પડશે.

pan-card(૬) પાનકાર્ડની અનિવાર્યતા

કેસલેસ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે પાનકાર્ડના ઉપયોગના બારામાં કેટલાક ફેરફારો થશે. આવતીકાલથી બે લાખ રૂપિયાથી વધુના કોઇપણ સામાનની ખરીદી અને વેચાણ પર પાનકાર્ડની વિગત ફરજીયાત બનશે. આ પ્રકારે કેશકાર્ડ કે પ્રિપેઇડ કાર્ડથી વર્ષમાં રૂ.પ૦ હજારથી વધુની ખરીદી પર પણ પાનકાર્ડની વિગત આપવાનું ફરજીયાત બનશે. આ પ્રકારે હવે કોઇપણ પ્રકારના બેંક ખાતા ખોલવા પર પાનકાર્ડની માહિતી આપવાની જરૂર રહેશે. જો કે જનધન એકાઉન્ટ ખોલવા માટે પાન નંબર આપવો જરૂરી નથી.

You might also like