ક્યારે તમારા ચપ્પલ, ટૂથબ્રશ, કિચન સ્પોન્જ અને પીલો બદલવા જોઈએ? જાણો એક્સપાયરી ડેટ

ખોરાક ભલે ગમે તેઓ સ્વાદિષ્ટ કે મોંઘો કેમ ન હોય જો સારી રીતે સ્ટોર કરવામાં ન આવ્યો હોય તો એકાદ દિવસ પછી આપણે કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. ખાવા-પીવાની બાબતોમાં આપણને મોટાભાગે ખ્યાલ હોય છે ક્યારે શું ફેંકી દેવું જોઈએ. પરંતુ ઘરવખરીની બાબતોમાં ક્યારે તેઓની એક્પાયરી આવે છે એ કહેવું સહેલું નથી હોતું. કદાચ તમને ખ્યાલ નહિ કે તમારી ઘરની અને પર્સનલ ચીજોની એક્પાયરી ડેટ વહેલા આવી જાય છે.

તમારા ઘરની ચીજો ક્યારે બદલી કાઢવી જોઈએ એ વિશે જાણો નિષ્ણાતો શું કહે છે. જો તમે એની એક્સપાયરી સમયે નહિ બદલો તો કદાચ તમને કોઈ સાઈડ ઇફેક્ટ કે હેલ્થ પ્રોબલેમ થઈ શકે છે.

1. હેરબ્રશ: 6 મહિનાથી 1 વર્ષ
જો તમે હેરબ્રશ વાપરતા હો તો ઓછામાં ઓછા દર અઠવાડિયે તમારા બ્રશને ક્લિન કરવું જોઈએ, અને દર વર્ષે એ બદલી નાંખવું જોઈએ. જો તમે એમ નહિ કરો તો તમારા વાળની જડો ખેંચાઈ જવાનું જોખમ રહે છે, એનાથી તમારા વાળ ચીકણા અને માથાની ચામડી રાતાશ અને ખંજવાળ વાળી થવાનું જોખમ વધી જાય છે. જો તમારા બ્રથમાંથી 10 ટકા દાંતા ખરી ગયા હોય તો તમારો બ્રશ ફેંકવાનો સમય પાકી ગયો છે.

2. કીચન સ્પોન્જ: 2 અઠવાડિયા
તમે તમારા કીચનમાં ફૂગ કે લીલ ન ચાહતા હો તો તમારા નિયમિતપણ કીચન સ્પોન્જ કે વાસણ ઘસવાની બીજી વસ્તુ બદલતા રહેવું જોઈએ. અથવા તમારે સ્પોન્જની ડિસઇન્ફેક્ટંટથી સાફ કરવું જોઈએ, જે એમાં લાગેલા તમામ બેક્ટેરિયાને મારી નાંખી શકે છે. શાવર પફ પણ ત્રણથી ચાર અઠવાડિયે બદલતા રહેવું જોઈએ.

3. સ્લીપર્સ કે ચપ્પલ: 6 મહિના
જો તમે ગંભીર ફંગલ ઇન્ફેક્શન ચાહતા ન હોત તો, તમારે ઘરમાં પહેરવાના નવા ચપ્પલ કે સ્લીપર્સ પર ખર્ચ કરવો જોઈએ. અથવા તેને નિયમિતપણ વોશ કરતા રહેવા જોઈએ.

4. તકીયો: 2-3 વર્ષ
સમય જતાં તકીયાના રૂમાં જમા થયેલી ડસ્ટ તમારા શ્વાચ્છોશ્વાસમાં આવી જઈ શકે. બીજું કે, તકીયાનો શેપ બદલાઈ જાય ત્યારે પણ તે તમને આરામ આપવાની બદલે દર્દ આપી શકે, જેમ કે ગરદનનો દુઃખાવો.

5. ટૂથબ્રશ: 3 મહિના
સમય જતાં ટૂથબ્રશ પર ઘસારો લાગે છે અને તેનાં દાંતા ચવાઈ જાય છે, ઢીલા પડી જાય છે. એના કારણે તે અસરકારક રીતે પોતાનું કાર્ય કરી શકતું નથી. જો તમને શરદી કે તાવ આવ્યા હોય તોપણ તમારે તમારું બ્રશ ફેંકી દેવું જોઈએ, કેમ કે એનાથી તમને ફરીથી એમ થવાની શક્યતા વધી જાય છે.

You might also like