જાણો શું કહે છે તમારું વાર્ષિક રાશિફળ… આર્થિક દ્રષ્ટિએ કેવું રહેશે 2075નું નૂતન વર્ષ

મેષઃ મેષ લગ્ન અને મેષ રાશિના જાતકો માટે સંવત ર૦૭પનું નૂતન વર્ષ ઉતાર-ચઢાવવાળું જાવા મળે છે. આ વર્ષ દરમિયાન અષ્ટમ ભાવે રહેલ ગુરુ તથા માર્ચ મહિના દરમિયાન ચોથો રાહુ તબિયત બગાડી શકે તેમ છે, પરંતુ મે મહિના સુધી કોઈ મોટી તકલીફ થતી નથી દેખાતી, પરંતુ જૂન-જુલાઈ મહિનામાં યાત્રા-પ્રવાસ દરમિયાન થોડી કાળજી રાખવી.

આર્થિક દૃષ્ટિએઃ આર્થિક દૃષ્ટિએ જાઈએ તો મેષ રાશિના જાતકો માટે ર૦૭પનું નૂતન વર્ષ એકંદરે રાહત આપનારું જણાય છે. આવક વધુ રહેવાથી ખર્ચને પહોંચી વળાશે જે રાહતરૂપ છે. આ વર્ષના આરંભે ધનેશ શુક્ર, તુલા રાશિમાં હોવાથી વર્ષના આરંભથી જ આવકનો પ્રવાહ સારો રહેશે. ગુરુની દૃષ્ટિ ધન સ્થાન ઉપર રહેવાથી પૈસા મળતા જ રહેશે. ફેબ્રુઆરીના આરંભ સુધી આવક વધુ હશે, પરંતુ જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં ખર્ચ પણ વધતા જણાશે. મે મહિના સુધી મુસાફરી પાછળ ખર્ચ વધશે. જૂન, જુલાઈ મહિનામાં કુટુંબના સભ્યો પાછળ દવાખાનાના ખર્ચ વધુ થતાં જણાશે. નોકરિયાત વર્ગ માટે આશાસ્પદ જણાય છે.

સટ્ટાકીય કાર્યો સાથે સંકળાયેલ જાતકોએ ડિસેમ્બર ૧૪થી ૧૪ જાન્યુઆરી સુધીનો જૂન, જુલાઈ મહિના સુધી સાવધાની રાખવી. ખોટા રોકાણો ના થઈ જાય, નાણા ભરાઈ ન જાય તેની સાવચેતી રાખવી જરૂરી છે. એકંદરે આ વર્ષે થોડી કાળજી રાખશો તો કોઈ મોટી તકલીફો દેખાતી નથી. •

વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ થોડી સાવધાની વર્તવાનું સૂચવે છે. થોડી કાળજી રાખશો તો કોઈ મોટો પ્રશ્ન ઉદ્દભવતો નથી. નાની નાની તકલીફો રહે, પરંતુ ચિંતાજનક નથી. પનોતી ચાલતી હોવાથી શારીરિક થાકનો યોગ વધુ રહેશે. આ વર્ષના માર્ચ મહિના સુધી ત્રીજે રાહુ સારું પરિણામ આપે છે. જ્યારે સપ્તમ ભાવે ગુરુ પણ સારો રહેશે, પરંતુ શરીરનો ઘેરાવો વધે. ચરબીના જથ્થામાં વધારો થતો જાવા મળશે.

આર્થિક દૃષ્ટિએ : આર્થિક દૃષ્ટિએ વૃષભ લગ્નના જાતકો માટે આવનારું આ નવું વર્ષ વધુ મહેનત સૂચવે છે. શનિ અષ્ટમ ભાવે હોવાથી કામકાજ ધીમું થાય, પરંતુ આવક મળ્યા કરશે. મહેનત કરતાં ઓછું મળે, પરંતુ આવક મળશે તે નક્કી જ છે. માર્ચ મહિનામાં આવક સામે ખર્ચ પણ વધુ રહે તેવું બની શકે છે. નાણા ખર્ચ થતાં વધુ જાવા મળશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં આવક સારી રહેશે. મે મહિનાના મધ્ય ભાગ સુધી સાચવવું પડશે.

નાણા ખર્ચાઈ, ચોરાઈ અથવા ફસાઈ જવાનો ડર છે. જુલાઈ આૅગસ્ટમાં આવક વધતી જણાશે, પરંતુ સાથે ખર્ચ પણ વધુ રહે તેવું બની શકે છે. નોકરી, મજૂરી, હાથ નીચેના માણસોથી તમામ નાણા વેડફાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે. નોકરિયાત વર્ગ માટે કોઈ વધુ સારો સમય જણાતો નથી. નોકરીમાં બદલી, બઢતીના યોગ નથી, પરંતુ નોકરીમાં કોઈ પ્રશ્ન પણ ઉદ્દભવતો નથી. •

મિથુનઃ આઆ વર્ષ દરમિયાન મિથુન રાશિના જાતકો માટે નાની નાની તકલીફો ઊભી થતી જાવા મળશે. વર્ષના આરંભે બુધ રોગસ્થાનમાં રહેવાથી તથા માર્ચથી રાહુ દેહભાવે આવવાથી શારીરિક અને માનસિક પીડા રહેવાનો યોગ બને છે. કોઈ ગંભીર બીમારી કે શસ્ત્રક્રિયા થવાના યોગ નથી, પરંતુ તબિયત નરમ-ગરમ રહેવાનો સંપૂર્ણ યોગ બને છે.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ મિથુન રાશિના જાતકો માટે વર્ષના આરંભથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી તકલીફો રહેશે. બાદમાં રાહત મળતી જણાય છે, પરંતુ ઉપરોક્ત સમયમાં કાળજી ન રાખી તો નાણા ફસાવાનો સંપૂર્ણ યોગ બને છે. આ સમય દરમિયાન નાણાકીય તંગી રહેવાનો યોગ છે. નોકરિયાત વર્ગ માટે આ વર્ષ એકંદરે રાહત આપનારું રહે છે.

વેપારી મિત્રો, ઉદ્યોગક્ષેત્ર સાથે જાડાયેલા તથા સિઝનેબલ ધંધા સાથે સંકળાયેલા જાતકો માટે પણ માર્ચ મહિનાથી સમય સારો છે. કાર્યમાં વૃદ્ધિ તથા નવાં કામો થવાનો યોગ છે. •

કર્કઃ કર્ક રાશિવાળાઓને આરોગ્યની દૃષ્ટિએ આ વર્ષ દરમિયાન થોડી ઘણી તકલીફો આવતી જણાય છે. દેહભાવે રાહુ છઠ્ઠાભાવે શનિ પરેશાની ઊભી કરે તેવું દેખાય છે. વર્ષના આરંભનું પ્રથમ સપ્તાહ થોડી પરેશાનીવાળું છે. બાદમાં ૧૬ નવેમ્બર બાદ થોડી રાહત મળતી જણાશે. સૂર્ય નીચની રાશિમાંથી નીકળીને વૃશ્ચિકમાં થતા રાહત મેળવશો. બાદમાં મંગળનું મીન રાશિમાં ભ્રમણ પણ આરોગ્ય સુધારશે. નકારાત્મક વિચારોમાંથી બહાર નીકળતા વધુ રાહત મેળવી શકશો.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ વધુ સાવધાનીપૂર્વક ચાલવાની શીખ આપતું દેખાય છે. વધુ પડતો લોભ, આત્મવિશ્વાસ નુકસાન કરાવી જાય તેવું બની શકે તેમ છે. વર્ષારંભેથી ડિસેમ્બરના અંત ભાગ સુધી સટ્ટાકીય કાર્યોમાં ખૂબ જ કાળજી રાખવી પડશે. શેર સટ્ટા, અનાજ, તેલીબિયાના ધંધામાં વધુ ધ્યાન રાખવું પડશે. ડિસેમ્બરથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી નાણાકીય તંગીનો યોગ વધુ દેખાય છે. બાદમાં જૂનના પ્રથમ પખવાડિયા સુધી થોડી રાહત મળતી જણાશે.

મિથુન રાશિમાં સૂર્યનું ભ્રમણ (૧પ જૂનથી ૧પ જુલાઈ) વધુ સાવચેતીપૂર્વક સમય પસાર કરવો પડશે નહીં તો મોટું નુકસાન થવાનો યોગ છે. સરકારી ખાતા તરફથી પણ પરેશાની આવી શકે તેમ છે. વ્યાપારી મિત્રો, ઉદ્યોગજગતના જાતકોએ પણ સાવચેતીપૂર્વક રોકાણો કરવા પડશે. વધુ પડતો આત્મવિશ્વાસ ડૂબાડી દે તેવું બની શકે. •

સિંહઃ સિંહ રાશિના જાતકો માટે માર્ચ સુધીનો સમય થોડો કઠિન રહેવાનો કંઈ ને કંઈ ગરબડ રહેવાનો યોગ છે. ગુરુનું ભ્રમણ ચોથે હોવાથી પેટને લગતી નાની નાની તકલીફો રહેશે તે નિશ્ચિત છે. ડિસેમ્બરના અંતભાવથી મે-મહિના સુધી શરીરમાં કળતર, બળતરા, અશક્ત જાેવા મળશે. આમ ગ્રહોનું ભ્રમણ થોડું કઠિન છે, પરંતુ સમયસર કાળજી રાખશો તો મોટી તકલીફો નહીં આવે.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે આ વર્ષ એકંદરે રાહત આપનારું છે. વર્ષના આરંભથી માર્ચ મહિના સુધી થોડો સમય કઠિન છે, ખર્ચ વધુ રહેશે, પરંતુ આવક હોવાથી ખાસ વાંધો નહીં આવે. આ સમય દરમિયાન તમારે આયોજન પૂર્વક રહેવું પડશે. બાદમાં રાહત મેળવી શકશો. શરૂઆતના સમયમાં ઘરખર્ચ પાછળ નાણા વધુ વેડફાય તેવું બની શકે છે. ૦૬ માર્ચ બાદ દરેક કાર્યમાં વૃદ્ધિ થતાં રાહત જેવું રહેશે. મે-જૂનમાં નાણા પ્રવાહ વધુ સારો રહેશે. જુલાઈ-આૅગસ્ટ મહિનામાં વળી પાછા ખર્ચા વધવાનો યોગ છે. જૂન-જુલાઈમાં સટ્ટાકીય કાર્યોમાં ખૂબ જ ધ્યાન રાખવું પડશે. ખોટા રોકાણ ન થઈ જાય તેવું ધ્યાન રાખવું પડશે. નોકરિયાત વર્ગ માટે આ વર્ષ એકંદરે રાહત આપનારું છે.

વ્યાપારી મિત્રો, નાના મોટા કારોબાર કરનાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા, જમીન, બાંધકામ ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો માટે પણ માર્ચ મહિનાથી વધુ સારો સમય દેખાઈ રહ્યો છે. •

કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે આ નવું વર્ષ કોઈ મોટી બીમારી કે અકસ્માત નથી જણાતો, પરંતુ માનસિક તનાવનો યોગ વધુ જણાય છે. આ વર્ષ દરમિયાન શનિની નાની પનોતી ચાલતી હોવાથી વિચારોનો મારો મગજમાં વધુ રહેશે. માર્ચ મહિનાથી કુટુંબના સભ્યોના આરોગ્યનો પ્રશ્ન પણ વધુ ઉદ્‌ભવતો નથી. આ સમય દરમિયાન ચોથો કેતુ થતાં સુખ ઓછું મળતું બંધ થઈ જાય તેવું લાગશે, પરંતુ તેનું સુખદ સમાધાન પણ મેળવી શકશો.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે આવનાર નવું વર્ષ આવક આપનારું સાબિત થતું દેખાય છે. આ વર્ષ દરમિયાન વધારાની આવક પણ ઊભી થતી દેખાય છે. વર્ષના આરંભથી નવેમ્બરના અંત સુધી ખર્ચ વિશેષ રહેશે, પરંતુ તેની અસર બહુ દેખાશે નહીં. આ વર્ષ દરમિયાન શેરસટ્ટાથી દૂર રહેવામાં જ ફાયદો છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઘરના સભ્યો-મહેમાનો પાછળ ખર્ચ વધુ રહેશે. માર્ચ-એપ્રિલમાં સંતાનોના ખર્ચ-વડીલોના આરોગ્ય પાછળ ખર્ચ વિશેષ રહે. નોકરિયાત વર્ગ માટે મહદ્‌અંશે નવું વર્ષ એકંદરે રાહત આપનારું દેખાય છે.

વ્યાપારી વર્ગ, કારોબારી વર્ગ, જમીન મકાનને લગતાં કાર્યો સાથે સંકળાયેલા જાતકો માટે પણ આ વર્ષ એકંદરે સારું પસાર થતું જાવા મળે છે. સટ્ટાકીય કાર્યો સાથે સંકળાયેલા જાતકોએ આ વર્ષ દરમિયાન તકેદારી રાખવી પડશે અથવા તેનાથી દૂર થવાનો જ વધુ લાભ છે. •

તુલાઃ આપના માટે આ નવું વર્ષ શુભદાયી સાબિત થતું જાવા મળે છે. આ વર્ષ દરમિયાન પનોતી નથી કે ગુરુ-રાહુનું અશુભ ભ્રમણ નથી માટે તંદુરસ્ત રહેવાના યોગ વધુ જણાય છે. ગુરુની દૃષ્ટિ પણ છઠ્ઠા અને આઠમા ભાવે રહેવાની આરોગ્ય સારું જ રાખે તે નિર્વિવાદ છે. છતાં પણ વર્ષના અમુક મહિના જેવા કે જૂન જુલાઈ, આૅક્ટોબર મહિનો સાચવી લેવો ખૂબ જ જરૂરી છે.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ નવું વર્ષ શરૂઆતમાં થોડું પરેશાનીવાળું છે, પરંતુ બાદમાં રાહત આપશે. વર્ષના આરંભમાં થોડી મુશ્કેલી પડશે, પરંતુ તેનો સરસ રસ્તો પણ મળતો દેખાય છે. વર્ષના આરંભથી ૬ માર્ચ સુધી રાહુનું દશમ ભાવે ભ્રમણ તથા ચોથા ભાવે કેતુ હોવાથી કામમાં મજા આવતી નથી. કંઈ ને કંઈ નાના મોટા પ્રશ્નો ઉદ્‌ભવતા આર્થિક લાભ મળતો નથી, જે ૬ માર્ચ બાદ રાહત આપશે. ઉપરોક્ત સમય દરમિયાન ગુરુની દૃષ્ટિ દશમભાવે રહેવાથી નિરાકરણ પણ મેળવી શકશો. માર્ચ મહિનાથી આવકમાં વધારો થતો જાવા મળશે, પરંતુ તેની સાથે-સાથે મે-મહિના સુધી ખર્ચ પણ વધુ રહેતો જાવા મળશે, પરંતુ પૈસાની તંગી દેખાતી નથી. મે-જૂન મહિનામાં ભાગ્યનો સાથ પણ વધુ મળતો દેખાશે. પરંતુ જૂન-આૅગસ્ટમાં થોડી મહેનત વધુ કરવી પડશે.

નોકરિયાત વર્ગ માટે પણ આ વર્ષ એકંદરે સારું સાબિત થતું જાવા મળે છે. વ્યાપાર-ઉદ્યોગ, સ્વતંત્ર વ્યવસાય કરતા જાતકો માટે પણ આ સમય સારો રહેશે. શરૂઆતમાં માર્ચ મહિના સુધી કારણ વગરના ધક્કા વાગ્યા કરશે, પરંતુ વાંધો આવતો નથી દેખાતો. આ વર્ષ ઉતાર-ચઢાવવાળું રહેશે. સમજીને કામ કરશો તો વાંધો આવતો નથી. •

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતો માટે એકદંરે આ વર્ષ સારું રહેશે. નાની નાની તકલીફો રહે, પરંતુ કોઈ મોટી તકલીફો નથી જણાતી. પનોતી છે, પણ તે પણ નુકસાનકર્તા ન હોવાથી કોઈ પ્રશ્ન ઉદ્‌ભવતો નથી. ગુરુ દેહ ભાવે હોવાથી સારું ફળ આપવાનો તો છે જ. મે મહિના સુધી તો આરોગ્ય બિલકુલ સારું જ રહેવાનું છે, પરંતુ બાદમાં રાહુ માર્ચથી અષ્ટમ ભાવે આવતો હોવાથી તેની અસર મે મહિના બાદ દેખાશે.
આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક છે. ગુરુનું દેહભાવે ભ્રમણ-શનિ મહારાજનું ધન સ્થાનમાં ભ્રમણ આર્થિક મોટો લાભ અપાવનારું સાબિત થતું જાવા મળે છે. શરૂઆતમાં કામ ધીમું મળશે, પરંતુ જાન્યુઆરી બાદ કામમાં વૃદ્ધિ થતી જાવા મળશે અને વધારાની આવક મળવાનો પણ યોગ બને છે. ફેબ્રુઆરીથી અગાઉના લેવાના નાણા પણ પરત મળતાં આર્થિક સદ્ધરતા વધશે તથા લાંબાગાળાની રોકાયેલી મૂડી પણ છૂટી થવાથી વધુ નાણાકીય છૂટ થતી જાવા મળશે. માર્ચ-એપ્રિલમાં સટ્ટાકીય કાર્યોમાં પણ લાભ મળવાનો યોગ છે.

જીવનસાથીની આવકમાં વધારો થતો જાવા મળશે. સંતાનોનાં નોકરી-ધંધાનું સુખદ પરિણામ, તેમની આવક પણ મળતી થઈ જશે. નોકરિયાત વર્ગ માટે પણ આ વર્ષ સુખદ સાબિત થશે. ભાગ્યનો પૂરપૂરો સાથ મળતો જણાય છે. વ્યાપાર-કારોબાર-બાંધકામ-ખાણખનીજ – સરકારી કોન્ટ્રાક્ટ વગેરે કાર્યો સાથે જાડાયેલા જાતકો માટે પણ આ વર્ષ આર્થિક સદ્ધરતા આપનારું દેખાય છે. •

ધનઃ સંવત ર૦૭પના નૂતન વર્ષ દરમિયાન ધન રાશિના જાતકો માટે આરોગ્ય ક્ષેત્રે થોડી હેરાનગતિ ભોગવવી પડે તેવું જણાય છે. આ વર્ષ દરમિયાન દેહ જીવનનો માલિક ગુરુ બારમો થતા દેહભાવે શનિનું ભ્રમણ હોવાથી કંઈ ને કંઈ તકલીફો આવે તેવું બની શકે છે. પનોતીનો તબક્કો સોનાના પાયે હોવાથી તકલીફો વધે તેવું જણાય છે. આ વર્ષ દરમિયાન તમારી માનસિક અને શારીરિક સ્વસ્થતા બરાબર જણાતી નથી. આપ હતાશામાં ધકેલાઈ જતા જાવા મળશો. તેમાં ૧૬ ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધીનો સમય વધુ વિકટ રહેશે.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ ધન રાશિના જાતકો માટે મધ્યમ ફળ આપનારું જણાય છે. કોઈ મોટા લાભ મળતા નથી જણાતા. આવક અને જાવક બંને સરખી રહી શકે તેમ છે. તેમાં ય માર્ચ મહિના સુધી તકલીફો વધુ રહી શકે છે. આ સમય દરમિયાન કામ થતું રહેશે, પરંતુ સાથે સાથે આકસ્મિક ખર્ચના યોગ પણ વધુ રહેશે. જેથી નાણાભીડ દેખાશે. ગુરુ મહારાજ પણ રાશિથી બારમો ચાલતો હોવાથી ધાર્મિક-સામાજિક-કૌટુંબિક ખર્ચ વધુ રહે. યાત્રા-પ્રવાસ પાછળ ખર્ચ પણ વધુ રહેશે.

આ સમયગાળા દરમિયાન મોજશોખ પાછળ પણ વિશેષ ખર્ચ રહેવાનો યોગ છે. બાદમાં એપ્રિલ અને મે મહિનામાં સારું કામ થતું જાવા મળશે. ૧૭ આૅગસ્ટથી ૧૭ સપ્ટેમ્બરનો મહિનો આર્થિક લાભ અપાવનારો રહેશે. નાણાકીય છૂટ નથી દેખાતી. નોકરિયાત વર્ગ માટે કોઈ મોટો લાભ નથી દેખાતો. •

મકરઃ આરોગ્યની દૃષ્ટિએ મકરના જાતકો માટે આવનારા આ નવા વર્ષ દરમિયાન થોડું ધ્યાન રાખવું પડે. આ સમય દરમિયાન તમારે પહેલેથી કાળજી રાખવી પડશે. લગ્નેશ બારમે હોવાથી કંઈ ને કંઈ તકલીફો રહે. તેમાંય માર્ચ મહિના સુધી એકાદ નાની સર્જરીનો પણ યોગ બને છે. ડિસેમ્બર મહિનામાં આંખોની કાળજી રાખવી જરૂરી છે. સર્જરી આવે તો આ સમય બાદ કરાવવી જરૂરી છે.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ જાઈએ તો મહેનત વધુ અને આર્થિક લાભ ઓછો દેખાશે. ના ગમતું કામ પણ કરવું પડે તેવા યોગ છે. વર્ષના આરંભથી જ ખર્ચના યોગ વધુ છે. આવકનું પ્રમાણ નહિવત્‌ છે. કામ મળવાના યોગ પણ ઓછા છે અને જે કરે છે તેમને મજૂરી કરતા હોય તેવું લાગશે. રૂ.૧૦૦ની મહેનત અને રૂ.૬૦ની આવક જેવું છે, પરંતુ ફેબ્રુઆરીથી ભાગ્યનો સાથ મળતાં કંઈક અંશે રાહત થતી જાવા મળશે. આ વર્ષ દરમિયાન નાણા ખોવાઈ જવા, ચોરી થવી જેવી ઘટનાઓ પણ બની શકે તેમ છે. તો તેમાં થોડી સાવચેતી રાખવી. માર્ચ મહિનાથી મે મહિના સુધીના સમયગાળા દરમિયાન સટ્ટાકીય લાભ મળશે, પરંતુ મે બાદ રોકાઈ જવામાં લાભ છે. બાદમાં દિવાળી સુધી કંઈ ને કંઈ નાનાં નાનાં કામો થતાં રહેવાથી તમારો વ્યવહાર ચલાવી શકશો. નોકરિયાત વર્ગ માટે આ વર્ષ કોઈ સારા સમાચાર આપતું નથી જણાતું. સિવાય કે જન્મકુંડળીમાં ગ્રહો કેવા છે તેના ઉપર નિર્ભર છે. આ વર્ષ દરમિયાન કોઈ નવી નોકરીની તકો નથી દેખાતી. જે છે તે ચાલી ના જાય તેનું ધ્યાન રાખવું પડશે.

વેપારી મિત્રો, કારોબારી મિત્રોએ પણ આ સમય દરમિયાન ખૂબ જ સાવચેતીથી કામ કરવું પડશે. વધુ પડતા આત્મવિશ્વાસમાં આવીને રોકાણો કરવા નહીં. •

કુંભઃ આરોગ્યની દૃષ્ટિએ કુંભ રાશિના જાતકો માટે એકંદરે રાહત આપનારું વર્ષ દેખાય છે. આ વર્ષ દરમિયાન કોઈ મોટી બીમારી, અકસ્માતનો યોગ નથી જણાતો, પરંતુ વર્ષના આરંભથી કે માર્ચ મહિના સુધી ધ્યાન રાખવું જરૂરી છે. વર્ષના આરંભથી ડિસેમ્બર મહિનામાં વધુ તકલીફો રહેવાનો યોગ છે. બાદમાં કોઈ મોટી ગંભીર બીમારી નથી જણાતી.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ જાઈએ તો ર૦૭પનું વર્ષ કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ આર્થિક લાભ આપનારું જણાય છે. આ વર્ષ દરમિયાન આરોગ્ય તથા ભાગ્યનો પૂરતો સાથ મળતો હોવાથી પ્રફુલ્લિત મને કામ કરી શકશો. શનિ મહારાજ લાભ સ્થાને, ગુરુ મહારાજ દશમે રહી ધન સ્થાન ઉપર દૃષ્ટિ કરતા સમગ્ર વર્ષ દરમિયાન નાણાનો પ્રવાહ ચાલુ રહેશે તે નક્કી જ છે. વર્ષના આરંભથી કે જાન્યુઆરીના આરંભથી સટ્ટાકીય કાર્યોમાં પણ લાભ મળશે. વધારાની આવક મળવાનો યોગ છે. રોકાણોમાં વધારે ફાયદો છે. સટ્ટો ન રમતા. ફેબ્રુઆરીથી માર્ચ સુધી મુસાફરીથી પણ લાભ વધુ જણાય છે. કાર્ય સફળતાના યોગ છે. આૅક્ટોબરથી વર્ષના આખર સુધી થોડું કામ ધીમું થશે, પરંતુ કોઈ નુકસાનનો યોગ નથી દેખાતો. નોકરિયાત વર્ગ માટે પણ આ વર્ષ યશસ્વી સાબિત થતું જાવા મળે છે. આ વર્ષ દરમિયાન તમારી દરેક ઇચ્છાઓ પૂરી થતી જાવા મળશે.

વેપારી મિત્રો, કારોબારી વર્ગ, ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા જાતકો માટે પણ આ વર્ષ શુભ રહેશે. આર્થિક લાભ સારો લઈ શકશો. •

મીન: આપને આ વર્ષમાં કોઈ મોટી તકલીફ નથી જણાતી, પરંતુ નાની નાની તકલીફો રહી શકે છે. ગુરુ મહારાજનું ભાગ્ય સ્થાન ઉપર ભ્રમણ દશમ ભાવે શનિ તથા ચોથે રાહુનું ભ્રમણ રહેતાં નાની નાની તકલીફ રહી શકે છે. જેની અસર ડિસેમ્બરના આખરના દિવસો સુધી રહેશે. બાદમાં થોડી રાહત રહેશે.

આર્થિક દૃષ્ટિએ: આર્થિક દૃષ્ટિએ જાઈએ તો કોઈ મોટો ચડાવ-ઉતાર નથી જાવા મળતો. આવક ચાલુ રહેતાં ખર્ચને પહોંચી શકાશે. શરૂઆતમાં ડિસેમ્બરના અંત સુધી ખર્ચ વધુ રહેશે અને નાણાનો પ્રવાહ ધીમો રહેતાં તકલીફ પડશે, પરંતુ બાદમાં તેમાં ય રાહત થતી જણાશે. ખર્ચ વધુ રહેશે, પરંતુ કામ અને સફળતા મળતી રહેવાથી વાંધો આવશે નહીં. ૧૪ જાન્યુઆરી બાદ નાણા છૂટા થવાથી રાહત મળશે. ૬ માર્ચ બાદ સટ્ટાકીય અથવા બીજે ક્યાંય રોકેલા નાણા છૂટા કરી શકશો, પરંતુ સાથે-સાથે ખર્ચ પણ આકસ્મિક આવી શકે તેમ છે. જૂન, જુલાઈ મહિનામાં ખોટા રોકાણો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે. બાદ વર્ષના આખર સુધી કોઈ તકલીફો પડતી દેખાતી નથી.

નોકરિયાત વર્ગ માટે પણ આ વર્ષ કોઈ હેરાનગતિવાળું નથી દેખાતું. જે જાતકો પોતાનો અભ્યાસ અને યોગ્યતા પુરવાર કરી સારી નોકરીની રાહ જાઈ રહ્યા છે તેમને ભાગ્યનો સાથ મળતાં સારી નોકરી ૧૪ ડિસેમ્બર અથવા માર્ચ બાદ મળી શકે છે. •

You might also like