જાણો PM મોદીની ગુજરાત મુલાકાતના ભાષણની મહત્ત્વની વાતો

ગાંધીનગર: ગાંધીનગરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી ગિફ્ટસિટીમાં વેપારનું મહત્વનું બીજ રોપાયું છે. ગિફ્ટસિટીમાં દેશના પહેલા ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.

PMએ અહીં પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સ અને આઈટી ડોમ બનાવવા માટેનો હેતુ ગિફ્ટ સિટીનો હતો. માત્ર ભારત માટે જ નહિ, પરંતુ આખા વિશ્વ માટે. તેમણે આગળ ઉમેર્યુ કે ” મેં વિદેશમાં અનેક આર્થિક નિષ્ણાતો જોયા, જે ભારતીય મૂળના છે. મે વિચાર્યું કે, આ ટેલેન્ટ પાછુ દેશમાં કેવી રીતે લાવી શકાય. ગિફ્ટ સિટી બન્યુ ત્યારે હુ ગુજરાતનો સીએમ હતો. ફાઈનાન્સ અને ટેકનોલોજીના સમન્વયથી ભારતનું ફ્યુચર બ્રાઈટ થઈ શકે છે.

પોતાના ભાષણ દરમિયાન PMએ કરી આ મહત્વની વાતો: 
ભારતનો ટાઈમઝોન એક્સિલન્ટ છે. જે આખા વિશ્વના દેશોને દિવસરાત ફાઈનાન્સિયલ ફેસિલીટી આપી શકે છે.

જાપાન માર્કેટના શરૂ થવાથી લઈને, અમેરિકન માર્કેટ ક્લોઝ થવાથી ભારત પોતાની મદદ આપી શકે છે. આપણને લોકેશનનો પણ મોટો ફાયદો છે.
ઈસ્ટ-વેસ્ટનું કામ કરી શકીશું. સ્પીડ ઓફ ટ્રાન્ઝેક્શન, સર્વિસ ક્વોલિટીથી કામ કરીશું તો બંનેને પહોંચી વળીશું.

વિશ્વ કક્ષાની સવલતો ગિફ્ટ સિટીમાં છે. પરિણામે અહીંયા ઈન્ટરેશનલ એક્સચેન્જ ઉભી થઈ શક્યું.

અહી આફ્રિકા-યુરોપની કંપનીઓ આવશે. બેસ્ટ સર્વિસ આપવામાં આવે તો બધુ જ શક્ય છે.

અહી કામ કરનારા યુથ ઈન્ટરનેશનલ એક્સપોઝર મેળવી શકશે. તેઓ અહીથી આખા વિશ્વને સર્વિસ આપી શકશે.

ભારતીયો હાલ આઈટી અને ફાઈનાન્સના ફોરફ્રન્ટ પર છે.

આવતીકાલથી આઠમી વાઈબ્રન્ટ સમિટનો વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે. જેમાં વિદેશી રોકાણકારો સાથે એમઓયુ થાય છે. જે ગુજરાતના લોકોને સપના બતાવે છે. સામાન્ય માણસ આ સમિટમાંથી પોતાને શું ફાયદો થશે તે શોધતો હોય છે.

આ વખતની સમિટમાં પણ લોકોમાં એ ચર્ચા થઈ રહી છે કે કરોડોના ખર્ચ સામે ફાયદાની વાત શું છે. જે ઠાઠ સાથે ગુજરાતને દર્શાવવામાં આવે છે, તે ગુજરાતમાં અનેક શિક્ષિત બેરોજગારો છે. આ બેરોજગારો પણ રોજગારી માટે તાકીને બેઠા છે. તો નાનામાં નાનો વેપારી પણ પોતાના ધંધાને વિકસાવવા નવા સપના સેવી રહ્યો છે. દરેક ક્ષેત્રના લોકો પોતાના માટે શું થવાનું છે તેની શોધમાં છે.

You might also like