કેશની અછતને આંબવા આવી રહ્યું છે માઇક્રો ATM, વાંચો વધુ

અમદાવાદ: 500-1000ની જૂની નોટોને રદ્દ કરવાના નિર્ણય બાદ એક બાજુ લોકો બેન્ક અને એટીએમ પર તૂટી પડ્યા છે ત્યાં બીજા લોકો લાઇનો લગાવીને ઊભા છે નોટ બદલાવવા. જ્યારે બીજી તરફે આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસે કહ્યું છે કે આ કોયડાને હલ કરવા માટે સરકાર મહત્ત્વનાં પગલાં ભરી રહી છે.

સરકાર દ્વારા ઊઠાવવામાં આવેલા મહત્ત્વના પગલાંમાં શક્તિકાંતા દાસે ઉલ્લેખ કર્યો છે, જેમાં એક છે માઇક્રો એટીએમ. શું તમે જાણો છો શું છે આ માઇક્રો એટીએમ? આવો જાણીએ એના વિશે.

શું છે માઇક્રો ATM?
માઇક્રો એટીએમ જોવામાં એક સામાન્ય સ્વાઇપ મશીન જેવું જ લાગે છે, જે તમે મોલ કે શોપમાં કાર્ડથી પૈસા ચૂકવતી વખતે જોયું હશે. જોકે, તેનું કામ સ્વાઇપ મશીન કરતાં કંઈક વધુ છે.

આ માઇક્રો એટીએમ જીપીઆરએસ ઇનેબલ્ડ હોય છે. તેનો ઉપયોગ એકદમ તમે જે રીતે એટીએમનો કરો છો તેવો જ થાય છે. ફર્ક એટલો છે કે એટીએમથી પૈસા કાઢવા માટે એટીએમ પાસે જવું પડતું નથી, પરંતુ માઇક્રોએટીએમ ખુદ તમારી પાસે આવે છે.

કેવી રીતે નીકળે છે પૈસા?
આ પહેલાં પૈસા કાઢવા માટે પોતાના કાર્ડને સ્વાઇપ કરીને તેને સ્વાઇપ મશીન જેવા દેખાતા એટીએમમાં પીન નાંખો. ત્યાર બાદ જેટલી રકમ તમે કાઢવા માંગતા હો એટલી તમારા ખાતામાંથી કપાઈ જશે.

જોકે, માઇક્રો એટીએમમાંથી પૈસા નથી નીકળતા, પરંતુ બેન્કનો પ્રતિનિધિ તમારી પાસે આવે છે જેની પાસે આ મશીન હોય છે, જે તમને પૈસા આપે છે.

ક્યાં થાય છે વધુ ઉપયોગ?
જે વિસ્તારો દૂર છે તેવી જગ્યાઓ પર માઇક્રો એટીએમનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. એવી જગ્યાઓ પર જ્યાં એટીએમ લગાવવા મુશ્કેલ હોય છે. જેવી જગ્યાઓ પર જ્યાં બેંકિંગ સિસ્ટમથી જોડીને માઇક્રો એટીએમ દ્વારા મદદ કરવામાં આવે છે.

આ મશીનમાં એક ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ લાગેલું હોય છે. એક ગ્રાહકના કોઈ આઈડી કાર્ડને બેન્કથી એટેચ કરવામાં આવે છે, જેને ફરી તે ગ્રાહકના ડેબિટ કાર્ડથી અટેચ કરવામાં આવે છે. આઈડી કાર્ડમાં સૌથી વધુ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.

નોટ બેન્ક થયા પછી થશે મદદગાર
શક્તિકાંતા દાસ માઇક્રો એટીએમનો ઉપયોગ કરીને નોટ બેન કર્યા પછી લોકોને થઈ રહેલી મુશ્કેલીઓથી છુટકારો પામવા ચાહે છે. હકીકતમાં બેન્કો અને એટીએમની બહાર લાગેલી મોટી ભીડ જોઈને સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

You might also like