તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ ન થાય એ માટે જાણી લો આ જરૂરી નિયમ

અમદાવાદઃ જો તમે ત્રણ વખત ટ્રાફિકના કાયદા ભંગ કરશો તો તમારું લાયસન્સ થઈ જશે રદ્દ. આ નિયમનો અમલ અમદાવાદ આરટીઓએ શરૂઆત કરી દીધો છે. અમદાવાદ આરટીઓએ 160 વાહન ચાલકોના લાઈસન્સ રદ કર્યા છે. અરે, તેથી આગળ વધી આ પ્રકારના રદ રાયન્સ ધારકોના નામ વેબસાઈટથી લઈને લાયસન્સ સાથેના ફોટોગ્રાફ જાહેર માર્ગોના હોર્ડિંગ્સમાં પર લટકાવવામાં આવશે.

વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાના જણાવ્યા પ્રમાણે, ત્રણ વખત ટ્રાફિક નિયમ ભંગ કરાનાર વ્યક્તિનું લાયન્સ ત્રણ મહિના માટે રદ કરવું કાયદામાં જોગવાઈ હતી જ. અમદાવાદમાં ઈ-ચલણ અને પોલીસ રેકર્ડ ઉપલબ્ધ થતા તેનો અમલ કરી શક્યા છીએ. અન્ય જગ્યાએ પણ આવી જ કડકાઈ થશે.

અકસ્માત તેમ જ ચાલકોમાં પણ સ્વયંશિસ્તતા કેળવાય તે હેતુથી જેઓના લાયન્સ રદ થાય તેઓના લાયન્સ સાથેના ફોટોગ્રાફની વિગતો જાહેર કરવામાં આવશે. તેનાથી સામાજિક જવાબદારી અને કાયાદાની અસરકારકતા વધશે એવી આશા રાખવામાં આવી છે.

You might also like