વારંવાર ઓડકાર આવવા શરીર માટે ખરાબ

વ્યક્તિના શરીરમાં ઓડકાર આવવો એક સ્વાભાવિક પ્રક્રિયા છે કેટલીક વખત જમ્યા વછી ઊભા થઇને લોકોને ઓડકાર આવતાં હોય છે. પરંતુ વારંવાર કોઇ ખાસ કરાણ વગર ઓડકાર આવવા એક ચિંતાજનક હોઇ શકે છે. પાચન ઉપરાંત એવા પણ કારણો છે જે વારંવાર અથવા વધારે ઓડકાર આવવાનું કારણ છે. ચલો તો જાણીએ વારંવાર ઓડકાર આવવાના કારણ વિશે.

લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યાથી પીડાતા હોય તો પણ એ વધારે ઓડકાર આવવાનું કારણ છે. આ બાબતે પહેલા તમારે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવો પડશે.

વારંવાર ઓડકાર આવવાનું પણ કારણ છે અપચન. જો તમારા દ્વારા લેવાયેલુ ભોજન પચ્યું નથી તો આ સમસ્યા થવી સામાન્ય વાત છે.

જ્યારે ગેસના કારણે તમારી પાચનક્રિયા ગડબડ થઇ જાય તો એચ પાયલોરી નામના બેક્ટ્રિયાના કારણે પેપ્ટિક અસરની સમસ્યા પેદા થાય છે જે ડકાર આવવાની સાથે પેટના દુખાવાનું પણ કારણે બને છે.

ઘણા વખત નાના નાના કારણોથી પેટમાં ગેસ ઉત્પન્ન કરીને આ પ્રકારની સમસ્યાને જન્મ આપે છે, જેમ કે ગ્લાસથી પાણી પીવાની જગ્યાએ ઉપરથી પીવું, જમતી વખતે વાતો કરવી , ચિંગમ વગેરે કારણોથી પેટમાં હવા જઇને ગેસ પેદા કરે છે અને આ સમસ્યા થાય છે.

visit: http://sambhaavnews.com/

You might also like