શું તમે જાણો છો પાણી પીવાની સાચી રીત?

નવી દિલ્હી: પાણી વગર જીવનની કલ્પના જ કરી ના શકાય. પાણી પીવું એ દરેક બિમારીની સારવાર ગણવામાં આવે છે. ડોક્ટરોના અનુસાર આપણે દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. પરંતુ દરેક વસ્તુના કેટલાક ફાય હોય છે એ જ રીતે કેટલાક નુકસાન હોય છે. પાણી પીવાની સાચી રીતે પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે જાણવી જરૂરી છે. આવો જાણીએ પાણી પીવાની સાચી રીતની પદ્ધતિ વિશે જાણીએ.

– તમારા દિવસની શરૂઆત પાણીની સાથે કરવી જોઇએ. તમે જેટલું પાણી પી શકો એટલું જ પાણી પીવું જોઇએ. અત્યારે પાણી પીવું તમારા શરીરને સાફ કરવા માટે જરૂરી છે. પાણી શરીરની ગંદકી સાફ કરતું નથી પરંતુ તમને દિવસભર ફ્રેશ રાખવામાં પણ મદદગાર સાબિત થાય છે.

– પાણીનો એક એક ઘૂંટ ધીરે ધીરે પીવો જોઇએ.

–  જમ્યા બાદ ઓછામાં ઓછા એક કલાક બાદ પાણી પીવું જોઇએ. જો તમે જમ્યા બાદ તરત જ પાણી પીવો છો તો તમારે ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આર્યુવેદના અનુસાર ભોજન બાદ પાણી પીવું ઝેર સમાન છે.

–  ક્યારેય ઉભા ઉભા પાણી પીવું ન જોઇએ. તેનાથી તમારા ઘુંટણો પર વજન પડે છે અને અર્થરાઇટિસ થવાનો ખતરો રહે છે.

–  ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઇએ. તેનાથી પાચનક્રિયા મંદ થઇ જાય છે. કેટલાક લોકોને વધુ ઠંડુ પાણી પીવાની ટેવ હોય છે. વધુ ઠંડુ પાણી કિડનીને ખરાબ કરી દે છે.

–  જમ્યા બાદ મોંઢા અને ગળાને સાફ કરવા માટે 1 અથવા 2 ઘૂંટ ગરમ અથવા નવસેકું પાણી પી શકાય છે.

You might also like