જાણો, વિશ્વના સૌથી નાના દેશની કેટલીક ખાસ વાતો

 

દુનિયામાં દરેક દેશની પોતાની વિશેષતા હોય છે. કેટલાક દેશોની મોટી છે તો કેટલાકની ખૂબ નાની છે, ક્યાંક સુંદરતા તો ક્યાંક મોટી ઇમારતો પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. આજે આપણે જે સુંદર એવા નાના દેશ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં ફરવા માટે કોઈ કારની જરૂરીયાત નથી, પરંતુ ત્યાં ચાલીને જ સમગ્ર દેશમાં ફરી શકો છો.જેટલો દેશ નાનો તેટલી વધુ સુંદરતા તે તમને મહિનાઓ માટે અહીં રહેવા માટે મજબૂર કરી શકે છે.

જો તમે આ દેશનું નામ જાણવા આતુર છો, તો તમને જણાવું કે તેનું નામ છે મોનાકો. જે ત્રણ બાજુએથી ફ્રાન્સ અને એક બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. આ દેશની વસ્તી ખૂબ ઓછી છે, અહીં લગભગ 38 હજાર લોકો રહે છે. આ દેશની વિશેષ વસ્તુ એ છે કે મોટાભાગના મૂળ રહેવાસીઓ અપ્રવાસીઓ જ છે, તે મોનેસિયન કહેવાય છે.જેઓ આ સ્થાનના મૂળ છે તેમને મોનેગસક્યૂ કહેવામાં આવે છે અને તેમની વસ્તી અહીં માત્ર એક લઘુમતી છે.

મોનાકોની પોતાનું કોઈ પણ સૈન્ય નથી. આ માટે, તે ફ્રાન્સ પર આધાર રાખે છે, પરંતુ અહીં દરેક ત્રીજી વ્યક્તિ કરોડપતિ છે. આ રાજાશાહી દેશના લોકોએ સરકારને કોઈપણ પ્રકારનો આવક વેરો ચૂકવવો પડતો નથી.

અહીં વ્યવસ્થા ખૂબ સારી છે. રસ્તાઓ, સુરક્ષા, તબીબી, શિક્ષણ વગેરેની અછત નથી. અહીંની ફોર્મ્યુલા વન રેસીંગ વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ છે. આના માટે કોઈ અલગ ટ્રેક બનાવવામાં આવ્યો, પરંતુ તે રેસર શહેરની શેરીઓ અને વળાંકવાળી શેરીઓમાં ચાલે છે.

You might also like