જાણો, બ્રસેલ્સ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ તથ્યો

નવી દિલ્હી: એરપોર્ટ અને મેટ્રો સ્ટેશન પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટથી બ્રસેલ્સ ધણધણી ઉઠ્યું છે. 13 નવેમ્બરના રોજ પેરિસ ઘટના બાદથી અહીં આતંકવાદી હોવાના સમાચાર આવી રહ્યાં હતા. જે વાતનો ડર હતો, તે જ થયું.

અહીં જાણો બ્રસેલ્સ સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો…

1. બીજા વિશ્વયુદ્ધ બાદથી જ આ શહેર આંતરરાષ્ટ્રીય રાજકીય હિસાબે ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે. અહીં NATO સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સંગઠનોના હેડક્વાર્ટર છે.

2. શરૂઆતમાં આ ડચ ભાષા બોલવામાં આવતી હતી પરંતુ 19મી સદીના અંતથી અહીં મોટાભાગના લોકોએ ફ્રેંચ ભાષા તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું.

3. બ્રસેલ્સ શબ્દ જૂની ડચ ભાષા Broekzele or Broeksel માંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ છે ‘home in the marsh’.

4. 19 મહાનગર પાલિકાઓની સાથે બ્રસેલ્સ બેલ્જિયમનું સૌથી મોટું શહેર છે. મહાનગર પાલિકામાં સિટી ઓફ બ્રસેલ્સ પણ સામેલ છે.

5. ભલે તમને લાગતું હોય કે બ્રસેલ્સ બેલ્જિયમની રાજધની છે પરંતુ એવું નથી. બેલ્જિયમના સંવિધાનના અનુસાર બેલ્જિયમની રાજધાની સિટી ઓફ બ્રસેલ્સ છે.

6. બ્રસેલ્સ 1795 સુધી ઓસ્ટ્રેલિયાનો જ ભાગ હતો. ત્યારબાદ 1815 સુધી અ ફ્રાંસનો ભાગ રહ્યું. ત્યારબાદ આ યૂનાઇટેડ કિંગડમ ઓફ નેધરલેંડનો ભાગ બની ગયું.

You might also like