એક સમયે કરિયાણાની દુકાનમાં કામ કરતા હતા freedom 251ના માલિક!

નવી દિલ્હી: દેશભરમાં મોબાઇલ ફોન ફ્રીડમ 251ની ચર્ચા થઇ રહી છે, તો બીજી તરફ ઘણા ઓછા લોકો આ કંપની સાથે જોડાયેલા પરિવારને ઓળખે છે. ફ્રીડમ 251 મોબાઇલ રિંગિંગ બેલ્સ કંપનીએ લોન્ચ કર્યો છે. તેના માલિક મોહિત કુમારનું પરિવાર શામલીના ગઢી પુખ્તાના નિવાસી છે. તેમના પિતા રાજેશ ગોયલ કરિયાણાની દુકાન ચલાવે છે અને રામજી સહાય નામની તેમની આ દુકાન શામલીમાં રેલવે રોડની પાસે આવેલી છે.

Freedom 251: જાણો તિરંગામાં લપેટાયેલા ‘દેશભક્ત સ્માર્ટફોન’નું સસ્પેંસ?

મોહિતે પોતાનું પ્રાશમિક શિક્ષણ શામલીમાં પ્રાપ્ત કર્યું હતું. તેમણે શામલીના સેંટ કોંવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તે નોઇડાની એમિટી યૂનિવર્સિટી ગયા અને ત્યાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી.

‘ફ્રીડમ ૨૫૧’નું બુકિંગ ફરી શરૂઃ સરકારે કંપની પાસે સ્પષ્ટતા માગી

થોડા વર્ષો પહેલાં મોહિત દુકાન પર પોતાના પિતાના કામમાં મદદ કરતા હતા. પિતા રાજેશ કુમાર કહે છે કે તેમનો પુત્ર બાળપણથી જ કંઇક નવું અને અનોખું કામ કરવા માંગતો હતો. અભ્યાસ દરમિયાન પણ તેના પર આવી જ ધુન સવાર હતી.

ફ્રીડમ 251: જૂનો ફોન, નવું નામ?

તેમણે કહ્યું કે એક મહિના પહેલાં જ મોહિત શામલી આવ્યો તો કંપની ખોલવાની વાત કરી રહ્યો હતો. મોબાઇલની લોન્ચિંગ દરમિયાન પણ પિતા આ કાર્યક્રમાં સામેલ થયા. તેમણે કહ્યું કે આટલો સસ્તો ફોન લોન્ચ કરવો સકારાત્મક વિચારસણીનું ઉદાહરણ છે.

ફોનને લઇને ઉદભવતા પ્રશ્નોને લઇને તેમનું કહેવું છે કે ફોનને સાર્વજનિક રીતે લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં કંઇપણ છુપાવવામાં આવ્યું નથી. જો કોઇ સવાલ ઉઠશે તો મોહિત તેનો જવાબ આપશે.

You might also like