આ ઉંમરમાં કરશો લગ્ન તો સંબંધ બાંધવામાં નહીં પડે તકલીફ

જેમ જેમ ઉંમર વધવા લાગે છે એમ પરિવારના લોકોને પોતાના પુત્ર પુત્રીની લગ્ન માટેની ચિંતા થવા લાગે છે. પરંતુ આજકાલના લોકો લગ્ન કરતાં પોતાના કરિયર પર વધારે ધ્યાન આપે છે. એવામાં સામાન્ય રીતે એમની ઘરના લોકો સાથે બબાલ થતી રહે છે. તેમ આ બધાની વચ્ચે મૂંઝવણ અનુભવો છો તો હવે ડરવાની જરૂર નથી કારણ કે અમે કહેવા જઇ રહ્યા છીએ કે લગ્ન માટે પરફેક્ટ ઉંમર કઇ છે.

એક સંશોધન પરથી સામે આવ્યું છે કે લગ્ન માટે 29 વર્ષની ઉંમર બેસ્ટ છે. હેરાન થવાની જરૂર નથી અમે એમની પાછળ છુપાયેલા કારણો પણ કહેવા જઇ રહ્યા છીએ.

કોઇ પણ કરિયરમાં સફળતા મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ તો આપવા પડે છે. જો તમે જલ્દી લગ્ન કરી લો છો તો તમે તમારા કરિયર પર ધ્યાન આપી શકતાં નથી અને ગુસ્સાનો શિકાર બનો છો.

29 ની ઉંમરમાં આવતાં લોકો મેચ્યોર થઇ જાય છે. જો આ ઉંમર પહેલા લગ્ન થઇ જાય છે તો બાળકો પેદા કરવા માટે ઘરના લોકો દબાણ કરે છે જેના માટે તમે તૈયાર હોતા નથી. 29ની ઉંમરમાં શરીર લગ્ન બાદ આવનારા ફેરફારો માટે તૈયાર થઇ જાય છે.

નોકરી શરૂ કર્યા બાદ તમે તમારા લક્ષ્યને સમજી શકો છો, જ્યાં પહોંચવામાં ઘણો સમય લાગે છે. જો તમે 20 22 વર્ષમાં લગ્નના બંધનમાં બંધાઇ જાવ છો તો આ લગ્ન વધારે ટકી શકતાં નથી.

પતિ પત્ની વચ્ચે ઉંમરનો ગેપ વધારે હોવો જોઇએ નહીં, વધારે ઉંમર ગેપના કારણે તમારા વિચારો મળતા નથી અન ઝઘડા થાય છે.

લગ્ન બાદ સૌથી વધારે પરેશાની ઘરને લઇને જ હોય છે. જો તમે 23 અથવા 24 વર્ષની ઉંમરે જ કમાવવાનું શરૂ કરી દો છો તો સમય આવતા આવતા તમે તમારું નાનું ઘર તો ખરીદી જ શકો છો.

આ ઉંમરમાં તમે સમજી વિચારીને પોતાના માટે છોકરી પસંદ કરવાનો નિર્ણય લેવામાં સક્ષમ થઇ જાવ છો.

29ની ઉંમર પહેલા છોકરાઓ પાતાની મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરી લીધી હોય છે. એટલા માટે લગ્ન બાદ એ પોતાનો સમય પત્નીને આપી શકે છે.

Visit: http://sambhaavnews.com/

You might also like