Googleમાં કરવી છે નોકરી? જાણો કેવી રીતે મળે છે નોકરી ગૂગલના CEO પાસેથી

ગૂગલના ચીફ એક્ઝક્યૂટિવ ઓફિસર સુંદર પિચાઈ ગુરુવારે એક કાર્યક્રમમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે એ દિવસોની યાદ તાજા કરી રહ્યા હતા જ્યારે તેઓ આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ કરતા હતા.

ગૂગલ તરફથી શરૂ થેયલા ટ્રેનિંગ કાર્યક્રમ જેવા ડિઝિટલ અનલોક્ડ વિશે સુંદર પિચાઈ આઈઆઈટી કોલકતાના વિદ્યાર્થી સાથે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન અહીં હાજર કેટલાક વિદ્યાર્થીઓને પિચાઈ માટે કેટલાક સવાલો હતો તેમણે આ કાર્યક્રમ દરમિયાન સુંદરને પૂછ્યું હતું કે પોતાના કોલેજ કાળ દરમિયાનની તેમની યોદો તાજી થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓએ પિચાઈને તેમની પસંદથી લઈને ગૂગલમાં નોકરી મળવા સુધીના સવાલો પૂછ્યા જેમાં તેમણે દિલ ખોલીને જવાબો આપ્યા હતા.

એક વેબસાઇટ પ્રમાણે ગૂગલમાં નોકરીને લગતી વાત યાદ કરતા સુંદર પિચાઈએ જણાવ્યું કે એક એપ્રિલ 2004માં જ્યારે તેમનું ઇન્ટર્વ્યૂમાં જીમેલ વિશે પૂછવામાં આવ્યું તો તેમને લાગ્યું કે એ કોઈ એપ્રિલ ફૂલ જોક હશે. પરંતુ એ જોક ન હતો. તેમને પછીથી ખબર પડી કે એ ઇન્ટર્વ્યૂ જીમેલને લઈને હતું જેમાં પૂછવામાં આવ્યું હતું કે તમે જીમેલને હજી વધારે સક્ષમ કેવી રીતે બનાવી શકો.

ગૂગલમાં નોકરી માટે થયેલા ઇન્ટર્વૂયને લઈને સુંદર પિચાઈએ કહ્યું કે એક એપ્રિલ 2004માં મારું ઇન્ટર્વ્યૂ હતું. આ દિવસોમાં એપ્રિલ ફૂલ ડે પણ કહેવામાં આવે છે. ગૂગલે આ કેટલાક દિવસો પહેલા જીમેલ લોન્ચ કર્યું હતું, અને આ માટે તેમણે ઇંટર્વ્યૂ કરી રહ્યા છે.

You might also like